મુખ્ય સમાચાર
News of Thursday, 19th July 2018

ભાજપની કાર્યકારિણીની બેઠકમાં ત્રણ રાજ્યો અને લોકસભાની ચૂંટણીને લઇને ઘડાશે રણનીતિ

૧૮-૧૯ ઓગસ્ટે દિલ્હીમાં રાષ્ટ્રીય કારોબારી

નવી દિલ્હી તા. ૧૯ : ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસની બેઠક ૧૮ અને ૧૯ ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે મળશે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં યોજાનારી ચૂંટણી તેમજ આગામી લોકસભાની ચૂંટણી પર ચર્ચા કરી રણનીતિ તૈયાર કરવામાં આવશે.

ત્રણ રાજયોની વિધાનસભા ચૂંટણી તેમજ લોકસભાની ચૂંટણી પહેલા પક્ષની આ અંતિમ કાર્યકારિણી બેઠક હશે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઇ હતી. પાર્ટીના સંવિધાન મુજબ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દર ત્રીજા મહિના થવી જોઇએ પરંતુ પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપા અધ્યક્ષ અમિત શાહની દેશવ્યાપી મુલાકાતને લઇને તેમાં મોડુ થઇ રહ્યું છે.

જે ત્રણ રાજયો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યાં ભાજપની સરકાર છે. લોકસભા ચૂંટણી અગાઉ આ ત્રણ રાજયોમાં જીત મેળવી પક્ષ માટે ઘણુ મહત્વનું છે. જો ભાજપની આ ત્રણેય રાજયમાં ફરી જીત થશે તો લોકસભા ચૂંટણીમાં તેને લઇને કાર્યકર્તાઓ ભારે ઉત્સાહ જોવા મળશે.(૨૧.૫)

(10:30 am IST)