મુખ્ય સમાચાર
News of Thursday, 19th July 2018

વોડાફોનના ૧૯૯ના પેકમાં ૨.૮ જીબી ડેટા રોજ મળશે

રિલાયન્સ જીયો અને એરટેલને મોટો પડકાર : વોડાફોન યુઝર્સને અપાતા પ્રિપેઇડ પેકને અપગ્રેડ કરાયું

નવીદિલ્હી,તા. ૧૮ : વોડાફોને પોતાના પ્રિપેઇડ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે નવી ઓફર રજૂ કરી દીધી છે. કંપનીએ પોતાના ૧૯૯ રૂપિયા વાળા પ્રિપેઇડ પેકને અપગ્રેડ કરવાનો નિર્ણય કર્યો છે. આ પેકમાં હવે વોડાફોનના યુઝરોને પહેલા કરતા વધારે ડેટા મળશે. ૧૯૯ રૂપિયાવાળા વોડાફોન પેકમાં હવે ગ્રાહકોને ટુ જીબી ડેટા રોજ મળશે. ટેલિકોમ ટોકના રિપોર્ટ મુજબ ૧૯૯ રૂપિયાના રિચાર્જ કરાવવા પર હવે ગ્રાહકોને ૨૮ દિવસ માટે દરરોજ ૨.૪ જીબી ડેટા મળશે. એટલે કે આ પેકમાં ૨૮ દિવસ માટે કુલ ૭૮.૪ જીબી ડેટાની ઓફર કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય અનેક રાહતો પણ આપવામાં આવી છે. આ પહેલા આ પેકમાં ૧.૪ જીબી ટુજી, થ્રીજી અને ફોરજી ડેટા રોજ મળી રહ્યા હતા. આ ઉપરાંત પેકમાં અનલિમિટેડ વોઇસકોલની સુવિધા મળી રહી છે. અલબત્ત અનલિમિટેડ કોલ માટે ૨૫૦ મિનિટ દરરોજ અને ૧૦૦૦ મિનિટ દરસપ્તાહમાં લિમિટની સાથે ઓફર કરવામાં આવી રહી છે. નોંધ કરવા લાયક બાબત એ છે કે, આ પેકમાં એસએમએસની સુવિધા મળી રહી નથી. ૧૯૯ રૂપિયાના નવા અપગ્રેડેડ પ્લાનમાં હવે એક જીબી ડેટાની કિંમત ૨.૫૩ રૂપિયા રહી જાય છે. રિપોર્ટ મુજબ આ પ્રિ પેક હજુ પસંદગીના વોડાફોન ગ્રાહકો માટે છે. આની સાથે સાથે આ પેકની મજા એવા સર્કિલમાં પણ મળશે જ્યાં વોડાફોનની ફોરજી સુવિધા મળી રહી છે. રિલાયન્સ જીયો પણ ૧૯૮ રૂપિયામાં પ્રિપેઇડ પેકની ઓફર કરે છે જેમાં ૨૮ દિવસની કાયદેસરતા સાથે બે જીબી ડેટા દરરોજ મળે છે. આની સાથે સાથે આમા અનલિમિટેડ કોલ અને ૧૦૦ એસએમએસ દરરોજ મળે છે. બીજી બાજુ એરટેલમાં ૧૯૯ રૂપિયાના પેકમાં ૧.૪ જીબી ડેટા રોજ મળે છે. આ પેકમાં એનલિમિટેડ કોલ અને ૧૦૦ એસએમએસ દરરોજ મળે છે. ૨૮ દિવસની વેલિડિટિ હોય છે.

(12:00 am IST)