મુખ્ય સમાચાર
News of Thursday, 19th July 2018

આયુષ્માન ભારત યોજના અંતર્ગત 11 કરોડ ફેમિલીકાર્ડ વિતરણ કરાશે

15મી ઓગસ્ટ સુધીમાં તૈયારીઓ પુરી કરવા અધિકારીઓને આદેશ

નવી દિલ્હી :કેન્દ્રની મોદી સરકારની આયુષ્માન ભારત સ્કીમ માટે 11 કરોડ ફેમિલીકાર્ડ છાપીને લોકો સુધી પહોંચાડવામાં આવશે. સરકાર દેશના ગામડે-ગામડે આયુષ્માન પખવાડિયાનું આયોજન કરશે. આ દરમિયાન કાર્ડનું વિતરણ કરવામાં આવશે.

  સરકાર દિલ્હીમાં આ માટે 24*7 કોલ સેન્ટર ચલાવશે. આ માટેની સત્તાવાર જાહેરાત થઇ નથી. યોજના સાથે જોડાયેલા અધિકારીઓને 15 ઓગસ્ટ, 2018 સુધીમાં તૈયારીઓ પૂર્ણ કરવા આદેશ છે.

(12:00 am IST)