News of Thursday, 19th July 2018
હવે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલોના વાહનોમાં પણ નંબર પ્લેટ ફરજીયાત કરાઈ
નવી દિલ્હી :ભારતનાં ઉચ્ચ સંવૈધાનિક પદો પર કાબેલ શખ્સોની ગાડીઓએ પણ હવે રજિસ્ટ્રેશન નંબર લેવો પડશે. દિલ્હી હાઇકોર્ટે બુધવારનાં રોજ લીધેલાં નિર્ણયમાં આ વાત કહી છે. દિલ્હી હાઈકોર્ટે ભારતના ઉચ્ચ બંધારણીય પદાધિકારીઓ જેમ કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને લેફ્ટિનેન્ટ ગવર્નરની ગાડીઓમાં પણ નંબર પ્લેટ ફરજીયાત કરી દીધી છે
હવે આ ગાડીઓમાં રજીસ્ટ્રેશન નંબર જોવા મળશે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી દિલ્હી હાઈકોર્ટમાં સંબંધિત સત્તાધિશોને તેના વાહનોમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે પત્ર લખ્યો હોવાની એફિડેવિટ કરી હતી.
(9:22 am IST)