News of Thursday, 19th July 2018
જમ્મુ -કાશ્મીરના ખીણ વિસ્તારમાં 30 પાકિસ્તાની અને ઇસ્લામિક ચેનલો પર પ્રતિબંધ
આ ચેનલો શાંતિ અને સદભાવના માટે મોટો ખતરો :ગૃહ મંત્રાલય
શ્રીનગર :જમ્મૂ-કશ્મીરમાં પાકિસ્તાન સ્પોન્સર્ડ અશાંતી પર લગામ લગાવવા માટે રાજ્ય સરકારે કથિત રીતે ખીણ વિસ્તારમાં રહેલા કેબલ ઓપરેટરોને 30 પાકિસ્તાની અને ઈસ્લામિક ચેનલો પર પ્રતીબંઘ મુકવા આદેશ આપ્યો છે. ગૃહ વિમાગના જણાવ્યા પ્રમાણે આ ચેનલો શાંતિ એને સદભાવના માટે મોટો ખતરો છે.
ગૃહ વિભાગના આદેશ પછી કેબલ ઓપરેટર બુઘવારે બેઠક કરીને આ મુદ્દે ચર્ચા કરશે, તેમના પ્રમાણે આ ચેનલો લોકો ખુબ જોવે છે. અગાઉ સોશિયલ મિડિયાનો ઉપયોગ કરીને સુરક્ષા એજન્સીઓની છબિ ખરડવા અને આતંકિઓને સહાનુભૂતી આપતા આવા 21 વોટસએપ ગ્રૂપને જમ્મુ-કશ્મીર પોલીસે કિશ્તવાડામાં ઝઝપ્યા હતા અને તેમના વિરુદ્ધ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી.
(12:00 am IST)