મુખ્ય સમાચાર
News of Saturday, 19th June 2021

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો : છેલ્લા 24 કલાકમાં નવા 8912 કેસ નોંધાયા :257 લોકોના મોત

વધુ 10373 લોકોએ કોરોનાને મહાતઆપી : હવે રાજ્યમાં એકટિવ કેસ 132597

કોરોનાની બીજી લહેર હવે મંદ પડી રહી છે ,કોરોનાથી સૈાથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમા કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યા છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8912 નવા કેસો સામે આવ્યા છે. અને 257 લોકોનાના કોરનાથી મોત થયાં છે.

 

મહારાષટ્રમાં કોરોનાના કેસોમાં નોધપાત્ર ઘટોડો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે અસરકારક રીતે કોરોના માટે ગાઇડલાઇન અમલી બનાવી છે,કોરોનાના કેસો ઘટીયા હોવા છંતા પણ લોકડાઉનમાં છૂટ મર્યાદા સાથે આપવામાં આવી છે.કોરોનાની ગાઇડલાઇનનું કડક રીતે અમલ કરવામાં આવે છે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 8912 કેસો નોંધાયા છે અને 257 લોકોના કોરોનાથી મોત થયાં છે. કોરોનાને માત આપીને સાજા થનારાઓ 10373 છે.હવે રાજ્યમાં એકટિવ કેસ 132597 છે. અને કુલ કોરોનાની મોત 1,17,356 થઇ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ હવે મંદ પડી ગઇ છે. હવે કોરોના કંટ્રોલમાં આવી ગયો છે પરતું રાજ્ય સરકાર કોરોના ગાઇડલાઇન સાથે કડક અમલ કરાવી રહી છે. લોકડાઉનમાં પણ છૂટ શર્ત સાથે આપવામાં આવી છે.હવે રાજ્યની સ્થિતિ સારી છે. કોરોના માટે સરકાર સારી કામગીરી કરી રહી છે.

(11:26 pm IST)