મુખ્ય સમાચાર
News of Saturday, 19th June 2021

છ શહીદ જવાનોના પરિવારોને પ્રત્યેકને 1 કરોડની માનદ સહાય અપાશે : દિલ્હી સરકારની જાહેરાત

એક સિવિલ ડિફેન્સનો, ત્રણ ભારતીય વાયુ સેનાના અને બે દિલ્હી પોલીસના જવાનોના પરિવારોને આપશે માનદ સહાય

નવી દિલ્હી : દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ હ્યું હતું કે, ફરજ બજાવતા શહીદ થયેલા વાયુસેના, દિલ્હી પોલીસ અને નાગરિક સુરક્ષાના છ શહીદ જવાનોના પરિવારોને પ્રત્યેકને 1 કરોડની માનદ સહાય કરવામાં આવશે. સિસોદિયાએ કહ્યું કે સરકાર આ બહાદુરના પરિવારજનો સાથે ખભેથી ખભો મેળવી ને ઉભી છે.

તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન આ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આ શહીદ લોકોનું સન્માન કરવા અને તેમના પરિવારોને મદદ કરવા શનિવારે મળેલી મીટિંગ દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો છે.

સિસોદિયાએ કહ્યું કે આ 6 લોકોમાં એક સિવિલ ડિફેન્સનો, ત્રણ ભારતીય વાયુ સેનાના અને બે દિલ્હી પોલીસના જવાનો છે. સિસોદિયાએ કહ્યું કે, "જવાનોની શહાદત એ એક અકલ્પનીય ખોટ છે. કેજરીવાલ સરકારે સત્તામાં આવ્યા પછી આવા શહીદ પરિવારોને આર્થિક મદદ કરવાની યોજના શરૂ કરી છે જેથી તે તેમના માટે તે આવકનું સાધન બની શકે અને તેઓ સન્માન સાથે જીવન જીવી શકે.

 

સિસોદિયાએ કહ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની સરકાર દેશની સેવા દરમ્યાન શહીદ સૈનિકોના પરિવાર સાથે ઉભી છે. સિસોદિયાએ બાદમાં ટ્વિટ કર્યું હતું કે, ‘દિલ્હી સરકારે આજે દેશ માટે પોતાનું બલિદાન આપનારા છ શહીદ જવાનોના પરિવારોને પ્રત્યેકને 1 કરોડ રૂપિયાની માનદ સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ શહીદ જવાનોમાં એક જવાન સિવિલ ડિફેન્સના, ભારતીય વાયુસેનાના ત્રણ જવાનો અને દિલ્હી પોલીસના બે જવાનોનો હતો.

 

તેમણે કહ્યું કે પોલીસ “આ બહાદુર સૈનિકોની શહાદતને સલામ કરે છે”. સિસોદિયાએ કહ્યું, "આમાંથી ઘણા પરિવારો પેન્શનની મદદથી જીવી રહ્યા છે. અમે આ કિંમતી જીવનનું વળતર આપી શકતા નથી, પરંતુ અમે આશા રાખીએ છીએ કે આ રકમ તેમને સન્માન સાથે જીવન જીવવા માટે મદદ કરશે.

(9:27 pm IST)