મુખ્ય સમાચાર
News of Saturday, 19th June 2021

ભારત-ન્યૂઝીલેન્ડ મેચના બીજા દિવસે પણ રહેશે કાળા વાદળો : વરસાદના અણસાર

સવારે છ વાગ્યાથી સાંજે 3 વાગ્યા સુધી વરસદાની આશંકા:બાદ થોડા સમય તડકો નીકળશે. પરંતુ આ મેચ માટે કાફી નથી

વી દિલ્હીઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ માટે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ એકદમ તૈયાર છે. વરસાદની ખલેલના કારણે મેચનો પહેલો દિવસ ધોવાઈ ગયો, તત્યાર બાદ ક્રિકેટની ગલીઓમાં આઈસીસી ઉપર પ્રશ્ન ઉઠલા લાગ્યો છે. ઇંગ્લેન્ડમાં મોટાભાગનો સમય મોસમ ખરાબ રહે છે. આવી સ્થિતિમાં આઈસીસીએ મોટી ટૂર્નામેનેના આયોજન ઉપર પ્રશ્નો ઉઠતા રહે છે. સાઉથહેપ્ટનમાં શુક્રવારે મોસમ એટલું ખરાબ રહ્યું હતું કે કેપ્ટન ટોસ માટે મેદાનમાં જ ન જઈ શક્યા. જોકે, આઈસીસીએ આ કારણે ટેસ્ટ માટે રિઝર્વ ડે પણ રાખ્યા છે.

આજે મેચનો બીજો દિવસ છે અને આજે પણ મેદના ઉપર કાળા વાદળો રહેશે. દેધનાધન વરસાદના અણસાર છે. ધ એજેસ બાઉલના મોસમ રિપોર્ટ પ્રમાણે સવારે છ વાગ્યાથી સાંજે 3 વાગ્યા સુધી વરસદાની આશંકા છે. ત્યારબાદ થોડા સમય તડકો નીકળશે. પરંતુ મઆ મેચ માટે કાફી નથી.

મેચના પહેલા દિવસે ટોસ થાય એ પહેલા વરસાદ શરુ થયો હતો. જેના કારણે ટોસમાં વિલંબ થયો હતો. પરંતુ સતત વરસાદના કારણે મેદાન પીનું થવાના કારણે પહેલું સત્ર સંપૂર્ણ પણે ધોવાઈ ગયું હતું.

થોડા સમયબાદ વરસાદ બંધ થતાં મેચ થવાની સંભાવના છે. પરંતુ ફરીથી વરસાદ આવવાના કારણે આશા ઉપર પાણી ફરી વળ્યું હતું અંતે પહેલા દિવસનો મુકાબલો રદ કરવો પડ્યો હતો.

(11:48 am IST)