મુખ્ય સમાચાર
News of Saturday, 19th June 2021

બરવાળામાં ૪ અને ચુડામાં ૩ ઇંચ

બફારામાં રાહત વચ્‍ચે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘાવી માહોલ જામ્‍યોઃ સવારે રાજકોટ જોડીયામાં ઝાપટાઃ સાર્વત્રીક મેઘમહેરની રાહઃ અનેક જગ્‍યાએ વાવણી કાર્યનો પ્રારંભ

પ્રથમ  તસ્‍વીરમાં ભાવનગર અને બીજી તસ્‍વીરમાં પાનેલીમાં વરસાદી પાણી નજરે પડે છે. (તસ્‍વીરઃ અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર) અતુલ ચગ (મોટી પાનેલી)

રાજકોટ, તા,. ૧૯: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધીમે-ધીમે ચોમાસાનો માહોલ જામતો જાય છે અને કયાંક ભારે તો  કયાંક હળવો વરસાદ વરસી જાય છે. ગઇકાલે દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં પ ઇંચ અને જામનગર જીલ્લાના સડોદરમાં ૬ ઇંચ વરસાદ પડયો હતો.

જયારે બોટાદ જીલ્લાના બરવાળામાં  ૪ ઇંચ અને સુરેન્‍દ્રનગર જીલ્લાના ચુડામાં ૩ ઇંચ વરસાદ પડયો છે.

આજે સવારે રાજકોટ અને જામનગર જીલ્લાના જોડીયામાં વરસાદી ઝાપટા વરસ્‍યા છે.

આજે સવારથી રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર -કચ્‍છમાં વાદળ છાંયા વાતાવરણ વચ્‍ચે બફારામાં રાહત મળી છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ જામનગરનું મહતમ તાપમાન ૩૩ ડીગ્રી, લઘુતમ રપ.પ, હવામાં ભેજ ૮૦ ટકા, પવનની ઝડપ ૭.૧ કી.મી. પ્રતિ કલાક રહી હતી. જયારે ધ્રોલમાં દોઢ ઇંચ, લાલપુર-જામજોધપુરમાં ૧ ઇંચ અને જામનગર-જોડીયામાં વરસાદી ઝાપા પડયા હતા.

વેરાવળ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળઃ ગીર સોમનાથ જીલ્લામાં ઝાપટાથી માંડીને ૧ ઇંચ વરસાદ પડયો હતો. અને વેરાવળમાં સવારે વાદળા છવાયા છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર : ભાવનગર જિલ્લામાં ચાલુ વરસાદી ઋતુમાં વિતેલાં ૨૪ કલાકમાં ગારીયાધાર તાલુકામાં ૨૧ મી.મી., ભાવનગર તાલુકામાં ૧૧ મી.મી., વલ્લભીપુર તાલુકામાં ૧૩ મી.મી. પાલીતાણા તાલુકામાં ૯ મી.મી., ઘોઘા તાલુકામાં ૨૬ મી.મી., જેસર તાલુકામાં ૭ મી.મી. અને મહુવા તાલુકામાં ૫ મી.મી. વરસાદ નોંધાયો છે.

ચાલુ વરસાદી સિઝનમાં અત્‍યાર સુધી ભાવનગર જિલ્લામાં ગારીયાધાર તાલુકામાં ૧૨૬ મી.મી., ભાવનગર તાલુકામાં ૧૦૨ મી.મી., ઉમરાળા તાલુકામાં ૫૬ મી.મી., વલ્લભીપુર તાલુકામાં ૬૫ મી.મી. પાલીતાણા તાલુકામાં ૫૬ મી.મી., સિહોર તાલુકામાં ૩૨ મી.મી., ઘોઘા તાલુકામાં ૪૪ મી.મી., જેસર તાલુકામાં ૬૨ મી.મી., તળાજા તાલુકામાં ૭૧ મી.મી. અને મહુવા તાલુકામાં ૭ મી.મી. વરસાદ પડ્‍યો છે.ᅠ

ભાવનગર જિલ્લામાં અત્‍યાર સુધીમાં સિઝનનો કુલ ૧૦.૮૦% વરસાદ પડી ચૂક્‍યો છે.

મોટી પાનેલી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી તેમજ આસપાસના વિસ્‍તારમાં બપોરે ભારે ઉકળાટ અને બફારા વચ્‍ચે મેઘરાજાએ એન્‍ટ્રી કરતા વાતાવરણ ટાઢુંબોળ થઇ ગયું હતું ઉનાળાના આકરા તાપ અને અસહ્ય ગરમીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા મોટા તો મોટા બાળકો પણ ગરમીમાઁ પરસેવે રેબઝેબ થઇ જતા હતા વગર લોકડાઉને પણ બજારમાં લોકડાઉન જેવી સ્‍થિતિ બપોર વચ્‍ચે જોવા મળતી એવામાંજ સીઝનનો પહેલો વરસાદ ધીમીધારે લગભગ અડધો ઇંચ જેવો વરસતા લોકોએ ગરમીમાં ભારે રાહત અનુભવેલ છે લોકો રસ્‍તા પર પલળતા જોવા મળ્‍યા હતા થોડીકવારમાઁ તો રસ્‍તા પાણી પાણી થઇ ગયા હતા અને વાતાવરણ ટાઢુંબોળ થઇ ગયું હતા મોટી પાનેલીના ઉપરવાસના ગામ માંડાસણ બુટાવદર બગધરા મેથાણ તેમજ સડોદર સુધી વરસાદ પડ્‍યો છે જેમાં સડોદરમાં તો નદીઓ વહેતી થઇ ગયાના સમાચાર મળેલ છે જોકે ખેડૂતો માટે હજુ પૂરતો વરસાદના વરસતા ખેડૂતો વધુ વરસાદની રાહમાં નજર લગાવી બેઠા છે.

ગારીયાધાર

(ચિરાગ ચાવડા દ્વારા) ગારીયાધાર : ગઇકાલે પંથક પડેલા ચાર ઇંચ વરસાદ બાદ વહેલી સવાર સુધી સતત પાણીના વોકળા શરૂ રહ્યા હતા સમગ્ર પંથકમાં ખેતરો ભરાયુ પાણી વહેતા થયા હતાં. ત્‍યારે આજે બીજા દિવસે પણ વરસાદ વરસયો હતો તેમાં પોણો ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો.

ચોમાસાની સિઝનમાં આ વરસાદનું ધમાકેદાર આગમન કરતા સમગ્ર પંથક પણ આનંદ છવાયો હતો.

છેલ્લા ર૪ કલાકમાં પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.

દેવભૂમિ દ્વારકા

 

ખંભાળીયા

૧ર૮ મી.મી.

ભાણવડ

૬ મી.મી.

બોટાદ

 

બરવાળા

૯૧ મી.મી.

બોટાદ

૧પ મી.મી.

રાણપુર

૩ મી.મી.

સુરેન્‍દ્રનગર

 

ચુડા

૬૯ મી.મી.

થાનગઢ

પ મી.મી.

લખતર

૧ર મી.મી.

લીંબડી

ર૭ મી.મી.

મુળી

ર૦ મી.મી.

સાયલા

ર૭ મી.મી.

વઢવાણ

૧૭ મી.મી.

જુનાગઢ

 

જુનાગઢ

પ૩ મી.મી.

ભેંસાણ

૭ મી.મી.

મેંદરડા

૩ મી.મી.

વંથલી

ર મી.મી.

કચ્‍છ

 

ગાંધીધામ

૯ મી.મી.

નખત્રાણા

ર૬ મી.મી.

ભુજ

૪૬ મી.મી.

મુંદ્રા

૩ મી.મી.

રાપર

૧૪ મી.મી.

લખપત

૧૬ મી.મી.

જામનગર

 

જામજોધપુર

રર

જામનગર

જોડીયા

ધ્રોલ

૩પ

લાલપુર

ર૪

અમરેલી

 

અમરેલી

ર મી.મી.

જાફરાબાદ

૧૧ મી.મી.

લાઠી

૧ર મી.મી.

લીલીયા

૧ર મી.મી.

વડીયા

ર મી.મી.

સાવરકુંડલા

૩૩ મી.મી.

ભાવનગર

 

ગારીયાધાર

ર૧ મી.મી.

ભાવનગર

૧૧ મી.મી.

વલ્લભીપુર

૧૩ મી.મી.

પાલીતાણા

૯ મી.મી.

ઘોઘા

ર૬ મી.મી.

જેશર

૭ મી.મી.

મહુવા

પ મી.મી.

રાજકોટ

 

ઉપલેટા

૯ મી.મી.

કોટડા સાંગાણી

૧૯ મી.મી.

જેતપુર

ર મી.મી.

પડધરી

ર મી.મી.

રાજકોટ

ર મી.મી.

મોરબી

 

માળીયા મિંયાણા

૭ મી.મી.

હળવદ

૧૯ મી.મી.

 

(11:41 am IST)