મુખ્ય સમાચાર
News of Wednesday, 19th June 2019

દેશની સૌથી મોંઘી ડીલ

મુંબઇમાં ૨૫૦૦ કરોડનો પ્રોપર્ટીનો સોદો

બ્લેકસ્ટોન-રેડિયસ ડેવલપર્સ વચ્ચે ડીલ

મુંબઇ, તા.૧૯: સિંગલ બિલ્ડિંગની શહેરની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ. પ્રોપર્ટી માર્કેટના સૂત્રોએ જણાવ્યું, ગ્લોબલ રિયલ એસ્ટેટ રોકાણકાર બ્લેકસ્ટોન અને રેડિયસ ડેવલપર્સ વચ્ચે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેકસ (BKC)ના એક બિલ્ડિંગનો સોદો રૂપિયા ૨,૫૦૦ કરોડમાં થયો. ગયા ગુરુવારે આ ડીલ ફાઈનલ થઈ. સૂત્રોના મતે, ફાઈનલ એગ્રીમેન્ટ થઈ ચૂકયું છે અને હવે બ્લેકસ્ટોન પાસે બિલ્ડિંગનો ૬૦% હિસ્સો છે.

બ્લેકસ્ટોને વન BKCની વિંગ Aમાં રોકાણ કર્યું છે. આ ૧૮ માળના બિલ્ડિંગમાં લગભગ ૬.૫ લાખ સ્કવેર ફુટની જગ્યા ભાડાપટ્ટે લેવામાં આવી છે. આ બિલ્ડિંગના ભાડુઆતોમાં બેંક ઓફ અમેરિકા, ફેસબુક, અમેઝોન, JLL, ICICI ­ñÍõìLåÝá, Cushman & Wakefield,  બ્રુકફિલ્ડ, સિસ્કો અને Trafigura છે. રેડિયસ અને MMRDA વચ્ચે વધારાના બાંધકામ અધિકારોના પેમેન્ટને લઈને વિવાદ ચાલતો હોવાથી ડીલ થવામાં વિલંબ થયો. MMRDA પાસે BKC ની તમામ જમીનની માલિકી છે.

૨૭ માર્ચે હાઈકોર્ટે ચુકાદામાં વિવાદનો અંત આણ્યો. બિલ્ડર પેમેન્ટ કરે તેના સાત દિવસમાં MMRDA ને NOC તેમજ બિલ્ડિંગનું પાર્ટ ઓકયુપેશન સર્ટિફિકેટ આપવાનો આદેશ કર્યો. MoU પર હસ્તાક્ષર થઈ ગયા હતા પરંતુ કોર્ટમાં કેસ ચાલતો હોવાથી ડીલ ફાઈનલ થઈ નહોતી. માર્કેટના સૂત્રોએ અગાઉ આ ડીલને BKC ની સૌથી મોંઘી અને કદાચ કોમર્શિયલ બિલ્ડિંગની દેશની સૌથી મોટી ડીલ ગણાવી હતી.

(11:30 am IST)