મુખ્ય સમાચાર
News of Wednesday, 19th June 2019

જાપાનમાં ભૂકંપના આંચકોઃ બુલેટ ટ્રેનની સેવાઓ બંધઃ સુનામીની ચેતવણી

ભૂંકપના કારણે હજારો ઘરોમાં વીજળી ડૂલ થઇ ગઇ અને બુલેટ ટ્રેનની સેવાઓ બંધ કરવામાં આવી હતી

ટોકયો, તા.૧૯: જાપાનના ઉત્તર પશ્યિમ ભાગમાં મંગળવારે ૬.૭ તીવ્રતાવાળા શકિતશાળી ભૂકંપના આંચકા બાદ અધિકારીઓએ સુનામીની ચેતવણી જાહેર કરી પરંતુ અઢી કલાક બાદ તેને પરત લઇ લીધી હતી. ભૂંકપના કારણે હજારો ઘરોમાં વીજળી ડૂલ થઇ ગઇ અને બુલેટ ટ્રેનની સેવાઓ બંધ કરવામાં આવી હતી. જોકે, ભૂકંપથી લોકોને ગંભીર રીતે ઘાયલ થવા અને ઇજા પહોંચવાના કોઇ સમાચાર મળ્યા નથી.

જાપાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ભૂકંપ યામગતાથી લગભગ ૫૦ કિલોમીટર દૂર સકાતા શહેરના દક્ષિણ પશ્યિમમાં આવ્યો હતો. એજન્સીએ યામગતાના તટ પર એક મીટર સુધી ઉંચા મોજા ઉછળવાની આશંકા જાહેર કરી હતી. ભૂકંપમાં ઇજાગ્રસ્તો અને નુકાસનનું અનુમાન કરવા માટે વડાપ્રધાન કાર્યલાયમાં એક ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે.

ચીનના સિચુઆન પ્રાંતમાં સોમવાર મોડી રાત્રે અને મંગળવાર સવારે ભૂંકપના બે શકિતશાળી આંચકામાં ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા છે અને લગભગ ૨૦૦થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. સરકારે કાટમાળમાંથી જીવતા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ ઝડપી કર્યો છે. ચિની ભૂકંપ કેન્દ્ર (સીઇએનસી)ના અનુસાર રિકટર સ્કેલ પર ૬.૦ તીવ્રતાનો પહોલો આંચકો સ્થાનીક સમયાનુસાર સોમવાર રાત્રે ૧૦ વાગી ૫૫ મિનિટ પર યીપિન શહેરના છાંગનિંગ વિસ્તારમાં આવ્યો હતો.

મંગળવાર સવારે અનુભવાયેલા બીજા આંચકાની તીવ્રતા રિકટર સ્કેલ પર ૫.૩ માપવામાં આવી છે. ત્યારેબાદ ભૂકંપના દ્યણા આંચકા અનુભવાયા છે. ઇમર્જન્સી મઙ્ખનેજમેન્ટ મંત્રાલયએ જણાવ્યુ કે, ૧૩ લોકોના મોત થયા છે અને ૧૯૯ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બચાવ અભિયાન ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતી શી જિનપિંગે રાહત કાર્યો અને દ્યાયલોને બચાવવા માટે દરેક પ્રયાસો કરવાનો આદેશ આપ્યો છે. શી જિનપિંગે અધિકારીઓને આદેશ કર્યો છે કે, તે ઇજાગ્રસ્તોને બચાવવામાં પ્રાથમિકતા આપે તથા જાનહાનિ ઘટાડે છે.

(10:16 am IST)