મુખ્ય સમાચાર
News of Wednesday, 19th June 2019

ડ્રાઈવિંગ લાઇસન્સ માટે ન્યુનતમ શૈક્ષણિક લાયકાતનો નિયમ દુર

માત્ર કુશળ છેઃ સાક્ષર છે કે નહિ તે જોવાશે

નવી દિલ્હી, તા.૧૯: સરકારે રોજગારીની તકો વધારવા માટે બસ, ટ્ર્ક અને ટ્રાન્સપોર્ટના અન્ય વાહનો ચલાવવા માટે લાઇસન્સ મેળવવા માટે ન્યૂયનતમ શૈક્ષણિક લાયકાતની જરૂરિયાતને સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેએ મંગળવારે આ જાહેરાત કરી છે. હાલમાં કેન્દ્રીય મોટર વાહન અધિનિયમ ૧૯૮૯ના નિમય ૮ મુજબ વાહન ચાલકને લાઇસન્સ મેળવવા માટે ધોરણ ૮ પાસ હોવું જરૂરી છે.

સત્તાવાર નિવેદન મુજબ આર્થિક રીતે પછાત લોકોને કામકાજ મળી શકે તે માટે કુશળ લોકોને લાભ પહોંચાડવા માટે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા બસ, ટ્ર્ક અને ટ્રાન્સપોર્ટ વાહનોના ચાલકો માટે ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત દૂર કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં મોટી સંખ્યામાં બેરોજગાર યુવા છે જે ભલે શિક્ષિત નથી પરંતુ કુશળ અને સાક્ષર છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિયમ રદ્દ કરતા મોટી સંખ્યામાં બેરોજગાર વ્યકિતઓ, ખાસ કરીને યુવાનો માટે દેશમાં રોજગારીની તકો ઊભી થશે. આ નિર્ણયથી ટ્રાંસપોર્ટના ક્ષેત્રમાં લગભગ ૨૨ લાખ ડ્રાઈવરોની ઉણપને પૂરી કરી શકાશે. ન્યૂનતમ શૈક્ષણિક યોગ્યતા હોવાને કારણે ડ્રાઈવરોને લાઈસન્સ મેળવવામાં તકલીફ પડતી હતી. જેથી મંત્રાલય દ્વારા કેન્દ્રી મોર વાહન ૧૯૮૯ના નિમય ૮માં સંશોધનની પ્રક્રિયા શરૂ કરી છે અને આ અંગે નોટિફિકેશન જલદી બહાર પાડવામાં આવશે. જોકે ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવા માટે અરજી કરનારા વ્યકિતએ કડક કૌશલ પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે.

(10:15 am IST)