મુખ્ય સમાચાર
News of Wednesday, 19th June 2019

જયારે સંસદમાં સોનિયા-મેનકા અને રાહુલ-વરુણ થયા આમને-સામને..

સામાન્ય રીતે ગાંધી પરિવારના સભ્યો સામે મળે તો નજર બદલે છેઃ પરંતુ આ વખતે સોનિયા અને મેનકાએ હાથ જોડી એકબીજાનું અભિવાદન કર્યુ

નવી દિલ્હી, તા.૧૯: ગાંધી પરિવારમાં મત-ભેદ જગ જાહેર છે. એવામાં જયારે પણ સોનિયા ગાંધી અને મેનકા ગાંધી અથવા રાહુલ અને વરુણ આમને સામને થાય છે તો ચર્ચાનો વિષય બને છે. લોકસભામાં છેલ્લા બે દિવસથી ચૂંટાયેલા સભ્યોનો શપથ ગ્રહણ પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન સોનિયા અને મેનકા એક બીજાની સામે ટકરાઇ ગયા.

સામાન્ય રીતે ગાંધી પરિવારના સભ્યો સામે મળે તો નજર બદલે છે, પરંતુ આ વખતે સોનિયા અને મેનકાએ હાથ જોડી એકબીજાનું અભિવાદન કર્યું. મેનકા ગાંધી જયારે સંસદ સભ્યની શપથ લઇ વિપક્ષ નેતાઓનું અભિવાદન કર્યું તો તેની સામે સોનિયા અને રાહુલ ગાંધી પણ હતા. બંનેએ એક બીજાને હાથ જોડ્યા અને અભિવાદન કર્યું.

વરુણ ગાંધીએ પણ મંગળવારે સંસદસભ્યના શપથ લીધા, શપથ બાદ વરુણ સત્તાપક્ષથી પસાર થઇ વિપક્ષ તરફ ગયા, આ દરમિયાન તેઓએ કોંગ્રેસ અધ્યક્ષને સાંસદ ચૂંટાવા તરીકે બધાઇ આપી, શપથ લેવા માટે જયારે વરુણ ગાંધીનું નામ લેવામાં આવ્યું તો સોનિયા ગાંધી પણ મેજ પછાડતા નજર આવ્યા.

સોનિયા ગાંધીએ હિન્દીમાં શપથ લીધા હતા. આ દરમિયાન વિપક્ષ સાંસદોએ મેજ થપથપાવીને તેમનું અભિવાદન કર્યું. મથુરા સીટ પરથી વિજય થયેલી હેમા માલિનીએ પણ હિન્દીમાં શપથ લીધા. આ દરમિયાન સાંસદોએ રાધે-રાધે અને ભારત માતા કી જયના નારા લગાવ્યા.

 

(10:15 am IST)