મુખ્ય સમાચાર
News of Wednesday, 19th June 2019

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ કહે છે...

ન્યાયપાલિકા પર વધતા લોકપ્રિયતાવાદનો ખતરો

નવી દિલ્હી, તા. ૧૯ :. સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યુ છે કે સ્વતંત્ર ન્યાયપાલિકાની રાહમાં વધતા લોકપ્રિયતાવાદથી ખતરો છે.

તેમણે ન્યાયપાલિકાને જણાવ્યુ છે કે, બંધારણીય મૂલ્યોને બચાવવા માટે લોકપ્રિયતાવાદી પરિબળો સામે અડગ રહીને ઉભા રહેવાની જરૂર છે.

શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકને સંબોધતા તેમણે દેશના મુખ્ય ન્યાયધીશો અને જજોને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, લોકપ્રિયતાવાદના વધતા ચલણમાં જજોને નીચા દેખાડવા માટે કહેવાય છે કે જેમને જનતાએ પસંદ નથી કર્યા. જેઓ ચૂંટાયેલ બહુમતીના ફેંસલાને પલ્ટી રહ્યા છે.

જસ્ટીસ ગોગોઈએ જણાવ્યુ છે કે કેટલાક ટીકાકારોનું કહેવુ છે કે આ પરિસ્થિતિમાં કેસોની સુનાવણી દરમિયાન એવો તર્ક અપાવવો જોઈએ કે બીનચૂંટાયેલ જજોની પાસે બંધારણીય બહુમતી છે અને તેઓ ચૂંટાયેલ પ્રતિનિધિઓને બંધારણના રસ્તા પર તેમના ફેંસલાને લાવશે. સમગ્ર દુનિયામાં ન્યાયપાલિકા પર આ પ્રકારનો દબાવ છે. ચોંકાવનારી વાત એ છે કે કેટલીક ન્યાયપાલિકા લોકપ્રિયતાવાદ સમક્ષ ઝુકી ગઈ છે.

(10:15 am IST)