મુખ્ય સમાચાર
News of Tuesday, 19th June 2018

દુષ્કર્મ કેસમાં દાતી મહારાજની દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ ઓફિસમાં પૂછતાછ ચાલુ

નવી દિલ્હી :પોતાની શિષ્યા સાથે દુષ્કર્મના કેસમાં ફસાયેલો દાતી મહારાજ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચની ઓફિસે પહોંચ્યો હતું અને હાલમાં  પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાંચ તરફથી દાતી મદન અને 4 અન્ય આરોપીઓને રજૂ થવા માટે બુધવાર સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. થોડાક દિવસ પહેલા પોલીસની ટીમે તેના દિલ્હી અને રાજસ્થાનના પાલી આશ્રમ પર દરોડા પાડ્યા હતા.

 

(8:28 pm IST)