મુખ્ય સમાચાર
News of Tuesday, 19th June 2018

અમેરિકાના શિકાગોમાં દેહવેપારનું રેકેટ ઝડપાયું: પાંચ ટોલીવુડ અભિનેત્રીઓને ફસાવવાના આરોપમાં ભારતીય દંપતિની ધરપકડ

વોશિંગ્ટનઃ અમેરિકાના શિકાગોમાં ભારતીય દંપતિ દ્વારા ચલાવવામાં આવતુ સેક્સરેકેટ ઝડપાયું છે. જેમાં પાંચ જેટલી ટોલીવુડની અભિનેત્રીઓને ફસાવવામાં આવી હોવાનું ખુલતા આ દંપતિની ધરપકડ કરવામાં આવી છે.

એક મીડિયા અહેવાલમાં આ જાણકારી આપવામાં આવી છે. આ રેકેટ કથિત રીતે દેશભરમાં યોજાનારા ભારતીય સંમેલનો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આ અભિનેત્રીઓને રજૂ કરતો હતો. શિકાગો ટ્રિબ્યૂનના સમાચાર અનુસાર 34 વર્ષીય કિશન મોદુગુમુડી આ દેહ વેપાર ચલાવતો હતો. 

ટોલીવુડ ફિલ્મ જગતમાં તેણે મહત્વપૂર્ણ જગ્યા બનાવી લીધી હતી અને ઘણી હિટ ફિલ્મોનું સહ-નિર્માણ કર્યું હતું. શિકાગોની જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવેલી 42 પાનાની ફરિયાદ અનુસાર ગેંગ પોતાના ગ્રાહકો પાસેથી 3,000 ડોલર વસૂલ કરતી હતી. મોદુગુમુડી અને તેની પત્ની ચંદ્વા (31) આ વાતની સંપૂર્ણ વિવરણ રાખતા હતા કે કઇ છોકરી કયા વ્યક્તિ પાસે મોકલવામાં આવી અને તેને કેટલા પૈસા મળ્યા.  

ફરિયાદ અનુસાર મોદુગુમુડીએ ટોલીવુડની અભિનેત્રીઓમાંથી એક અભિનેત્રી અને તેના પરિવારને ધમકી આપી કે જો તેમણે અધિકારીઓને કંઇક પણ કહ્યું તો તેમને જીવનો ખતરો છે. મોદુગુમુડી અને તેમની પત્નીને એપ્રિલમાં વોશિંગ્ટનના ઉપનગરથી ધરપકડ કરવામાં આવી હતી અનેત્યાથી તે સંઘીય કસ્ટડીમાં છે. અમેરિકી મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ મારિયા વાલ્ડેઝે તેમને હાલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. દંપતિના બંને બાળકો વર્જીનિયામાં બાળ કલ્યાણ અધિકારીઓના સંરક્ષણમાં છે. 

(7:44 pm IST)