મુખ્ય સમાચાર
News of Thursday, 19th May 2022

વડાપ્રધાન મોદી તેમના બીજા કાર્યકાળની ત્રીજી વર્ષગાંઠે 26 મીએ તેલંગાણા અને તમિલનાડુની મુલાકાત લેશે

 વડાપ્રધાન મોદી બપોરે 2 વાગ્યે ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ એન્યુઅલ ડેમાં હાજરી આપશે: સાંજે 5:45 વાગ્યે ચેન્નાઇમાં  JLN ઇન્ડોર સ્ટેડિયમમાં તેઓ ઘણી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્કના શિલાન્યાસ સહિત અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન મોદી તેમના બીજા કાર્યકાળની ત્રીજી વર્ષગાંઠે 26 મેના રોજ દક્ષિણ ભારતના બે મુખ્ય રાજ્યો તેલંગાણા અને તમિલનાડુની મુલાકાત લેશે. પીએમ પહેલા હૈદરાબાદ જશે.

વડાપ્રધાન મોદી બપોરે 2 વાગ્યે ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ એન્યુઅલ ડેમાં હાજરી આપશે. છેલ્લા ત્રણ મહિનામાં વડાપ્રધાનની તેલંગાણાની આ બીજી મુલાકાત હશે. આ પહેલા ફેબ્રુઆરીમાં તેઓ સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીનું ઉદ્ઘાટન કરવા ગયા હતા

આ પછી પીએમ મોદી ચેન્નાઈ જશે અને ત્યાં સાંજે 5:45 વાગ્યે JLN ઇન્ડોર સ્ટેડિયમમાં તેઓ ઘણી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્કના શિલાન્યાસ સહિત અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.

આ MMLP પ્રોજેક્ટ રૂ. 1,045 કરોડના ખર્ચે તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લાના માપેડુ ગામમાં સ્થાપિત કરવામાં આવશે. ચેન્નાઈની મુલાકાત દરમિયાન પીએમ મોદી રાજ્ય ભાજપના નેતાઓને પણ મળશે.

(7:13 pm IST)