મુખ્ય સમાચાર
News of Thursday, 19th May 2022

બીમાર સાસુને ભરણ પોષણ ખર્ચ ચૂકવવા માટે પુત્રવધૂને ફરજ પાડી શકાય નહીં :

સિનિયર સિટીઝન એક્ટ મુજબ ભરણ પોષણ ચૂકવવા માટે પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રીને જવાબદાર ગણી શકાય : પુત્રવધૂનો ઉલ્લેખ નથી : બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું કે પુત્રવધૂને તેની બીમાર સાસુને ભરણ પોષણ ચૂકવવાનો નિર્દેશ આપી શકાય નહીં. ખાસ કરીને જ્યાં સુધી સ્ત્રી પાસે આવકનો કોઈ સ્ત્રોત ન હોય. હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે, "અમને સાસુ-સસરાને ભરણપોષણની રકમ ચૂકવવા માટે એસએસ (બહુ)ને આવો નિર્દેશ આપવા સામે વાંધો છે. સિનિયર સિટીઝન એક્ટ હેઠળ વહુને સાસુને ભરણપોષણ આપવાનું કહી શકાય નહીં.

કોર્ટે નોંધ્યું હતું કે માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના જાળવણી અને કલ્યાણ અધિનિયમ, 2007ની કલમ 2(a) જે 'બાળકો'ને વ્યાખ્યાયિત કરે છે તેમાં પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રીનો સમાવેશ થાય છે, પરંતુ પુત્રવધૂનો ઉલ્લેખ ત્યાં નથી.

ન્યાયમૂર્તિ રેવતી મોહિતે ડેરે અને ન્યાયમૂર્તિ માધવ જામદારની બેન્ચે માતા-પિતા અને વરિષ્ઠ નાગરિક ટ્રિબ્યુનલના જાળવણી અને કલ્યાણના આદેશને બાજુ પર રાખ્યો હતો. જો કે, કોર્ટે માતાની ફરિયાદના આધારે પુત્ર અને પુત્રવધૂને આલીશાન જુહુ બંગલો ખાલી કરવાના નિર્દેશને માન્ય રાખ્યો હતો. ખંડપીઠે પુત્રને દર મહિને તેની માતાને ટ્રિબ્યુનલ દ્વારા નક્કી કરાયેલા 25,000 રૂપિયાની સંપૂર્ણ રકમ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે હાઈકોર્ટે પુત્રવધૂને કોઈપણ પ્રકારની નાણાકીય જવાબદારીમાંથી મુક્તિ આપી હતી.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:21 pm IST)