મુખ્ય સમાચાર
News of Wednesday, 19th May 2021

વૈજ્ઞાનિકોને નવો પડકાર:કોરોના બીજી લહેર માટે જવાબદાર વેરિઅન્ટમાં ખતરનાક ફેરફાર :T478K મ્યુટેશન ચિંતાજનક

ઝડપભેર ફેલાઇ રહેલા મેકિસકન વેરિઅન્ટમાં પણ T478K મ્યુટેશન

ભારતમાં કોવિડ-19નો વેરિઅન્ટ B.1.617.2 ઝડપભેર ફેલાઇ રહ્યો છે. ત્યારે એમાં થયેલો એક મ્યુટેશન વૈજ્ઞાનિકો માટે નવો પડકાર બની રહ્યો છે. એમાં સ્પાઇક પ્રોટિનમાં થયેલો T478K મ્યુટેશન દુનિયાભરની શ્રેષ્ઠ લેબોરેટરીઓના ધ્યાનમાં છે. શક્ય છે કે B.1.617.2 જેટલી સંક્રામકતા બતાવી રહ્યો છે, એની પાછળ આ જ મ્યુટેશન હોય. T478K મ્યુટેશન વિષે હજી ખાસ માહિતી પણ પ્રાપ્ત નથી એ ચિંતાપ્રેરક છે. જો કે આ મ્યુટેશન B.1.617ના અન્ય સબ-ટાઇપમાં મળ્યો નથી.

છેલ્લામાં છેલ્લા અભ્યાસમાં ખ્યાલ આવ્યો છે કે ઝડપભેર ફેલાઇ રહેલા મેકિસકન વેરિઅન્ટમાં પણ T478K મ્યુટેશન છે. એના લીધે જ સંક્રમણનું સ્તર વધી રહ્યું છે. ઇન્સાકોગના વૈજ્ઞાનિક અને ઇન્સ્ટિટયુટ ઓફ જિનોમિક બાયોલોજી ઇન ઇન્ડિયાના નિદેશક અનુરાગ અગ્રવાલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે B.1.617માં E482Q મ્યુટેશન ન્યુટ્રલાઇઝેશન રિડક્શન માટે મુખ્ય હતો. P681R કોષ ઇન્ફયુઝનને વધારવામાં મદદ કરે છે. જો કે B.1.617.2 સબ-લીનિએજમાં કોઇ E4842Q મ્યુટેશન નથી, છતાં એ ફેલાઇ રહ્યો છે. એનો મતલબ એ છે કે E482Q ચિંતાજનક નથી. એક નવા મ્યુટેશન T478Kની હાજરી નિશ્ચિત રૂપે છે, પરંતુ એના વિષે હજી સુધી બધી માહિતી ઉપલબ્ધ નથી. અને ત્યાં સુધી આવું, P681Rના લીધે થઇ રહ્યું છે કે T478Kના લીધે ? એ કહી શકાય નહિં.

(11:56 pm IST)