મુખ્ય સમાચાર
News of Wednesday, 19th May 2021

ટીમ ઇન્ડીયાના ઇંગ્લેંડ પ્રવાસે જતા પહેલા BCCI નો નિર્ણય:વધુ એક વિકેટકીપરને ટીમમાં સામેલ કરાયો

વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરત ઇંગ્લેંડ પ્રવાસ ખેડશે:સાહાના કવરના રુપે ટીમમાં સામેલ

મુંબઈ :વિકેટકીપર ઋદ્ધીમાન સાહા કોરોના સંક્રમિત થયો હતો તેમાંથી તે સ્વસ્થ પણ થઇ ચુક્યો છે. આ દરમ્યાન BCCI એ વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતને ભારતીય ટીમ સાથે ઇંગ્લેંડ પ્રવાસ ખેડશે. તેને સાહાના કવરના રુપે બીસીસીઆઇ એ ટીમમાં સામેલ કર્યો છે. જોકે ટીમમાં ઋષભ પંત પહેલા થી જ સામેલ છે. સાહા 17 દિવસ ના લાંબા આઇસોલેશન બાદ પોતાના ઘરે પહોંચ્યો હતો. ભારતીય ટીમ 2 જૂને ચાર્ટર પ્લેન દ્રારા ઇંગ્લેંડ જવા રવાના થશે. જેના માટે ટીમના મોટા ભાગના ખેલાડી આજે મુંબઇમાં બે સપ્તાહના ક્વોરન્ટાઇન સમયગાળા માટે પહોંચ્યા છે.

આ દરમ્યાન મંયક અગ્રવાલ, રવિચંદ્રન અશ્વિન, બોલીંગ કોચ ભરત અરુણ બુધવારે ચેન્નાઇ થી, ચાર્ટર પ્લેન દ્રારા મુંબઇ પહોંચ્યા હતા.

જ્યારે મહંમદ સિરાજ, પુરુષ ટીમના ફિલ્ડીંગ કોચ આર શ્રીધર, મહિલા ટેસ્ટ અને વન ડે કેપ્ટન મિતાલી રાજ હૈદરાબાદ થી વિમાનમાં સવાર થઇ ને મુંબઇ પહોંચ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન અજીંક્ય રહાણે, મર્યાદિત ઓવરના વાઇસ કેપ્ટન રોહિત શર્મા અને હેડ કોચ રવિ શાસ્ત્રી અને મહિલા ટીમના ખેલાડી જેમિમાહ રોડ્રિગ્ઝ સામેલ છે.

મુંબઇમાં બાયોબબલમાં રોકાણ દરમ્યાન ખેલાડીઓને એક દિવસ છોડીને એક દિવસ એમ ત્રણ પરિક્ષણ કરવામાં આવશે. લંડન માટે પ્રવાસ શરુ કરવા પહેલા પુરુષ અને મહિલા ખેલાડીઓએ છ આરટી પીસીઆર નેગેટીવ રિપોર્ટ પોતાની પાસે રાખવા પડશે. ઇંગ્લેંડમાં ટીમ ઇન્ડીયા 18 જૂને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે. ઓગષ્ટ માસ દરમ્યાન પાંચ ટેસ્ટ મેચની શ્રેણી ઇંગ્લેંડ સામે રમશે.

(11:20 pm IST)