મુખ્ય સમાચાર
News of Tuesday, 18th May 2021

એમ્ફોટેરીસીન-બીની અછત;કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું -વહેલીતકે નિરાકરણ આવશે

સરકાર જરૂરીયાતમંદ દર્દીઓને ઉપલબ્ધ થાય તે માટે તમામ શક્ય અને જરૂરી પ્રયાસો કરવા પ્રતિબદ્ધ

નવી દિલ્હી : રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ એમ્ફોટેરીસીન-બી જે મ્યુકોર્મીકોસિસને મટાડે છે તેની જરૂરિયાત અને પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરી હતી. સરકારે ઉત્પાદકો સાથે સ્થાનિક ઉત્પાદનને વધારવા તેમજ વિશ્વભરમાંથી દવાની આયાત કરવાની વ્યૂહરચના બનાવી છે.

તેમણે નિરીક્ષણ કર્યું હતું કે એમ્ફોટેરિસિન-બીનો પુરવઠો ઘણો વધારવામાં આવ્યો છે. પરંતુ હાલમાં અચાનક માંગમાં વધારો થયો છે. તેમણે ખાતરી આપી છે કે સરકાર જરૂરીયાતમંદ દર્દીઓને ઉપલબ્ધ થાય તે માટે તમામ શક્ય અને જરૂરી પ્રયાસો કરવા પ્રતિબદ્ધ છે.

સરકારે એમ્ફોટોરિસિન-બીના કાર્યક્ષમ વિતરણ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ માટેની રૂપરેખા પણ તૈયાર કરી છે.

અછતનું વહેલી તકે નિરાકરણ આવે તેવી પણ અપેક્ષા છે. માંડવીયાએ રાજ્યોને વિનંતી કરી છે કે સૂચિત દિશાનિર્દેશોનું સખત પાલન કરીને આ દવાનો ન્યાયપૂર્વક ઉપયોગ કરવો

(12:21 am IST)