મુખ્ય સમાચાર
News of Tuesday, 19th May 2020

યુરોપમાં કોરોનાની ઉથલો મારવાની ચેતવણી વચ્ચે બજાર, બાર, કાફે ખુલ્યા

લંડનઃ તા.૧૯, કોરોના મહામારીની પલટો મારવાની ચેતવણી છતા યુરોપના કેટલાય દેશોએ પ્રતિબંધો વચ્ચે વધુમાં વધુ રાહત આપવાનું શરૂ કરી દીધુ છે.  બીચ, બાર અને કાફેમાં લોકો ઉમટી પડયા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (who) એ તૈયારી કરવી જોઇએ. યુરોપમાં whoના ડાયરેકટર ડો. હૈસ કલુઝે જણાવેલ કે રસી કે પ્રભાવી ઉપચાર વગર કોવીડ-૧૯નો પલટો મારવો વધુ ઘાતક થઇ શકે છે. આ ઉજવણીનો નહિ પણ તૈયારીનો સમય છે.

સ્પેન

 અંતિમ સંસ્કારમાં ૧૦ લોકો સામેલ થઇ શકેઃ

સ્પેનમાં બાર, કાફે અને મ્યુઝીયમ અને લાયબ્રેરી ખુલી છે. અંતિમ સંસ્કારમાં વધુમાં વધુ ૧૦ લોકોને સામેલ થવા મંજુરી છે. ધાર્મીક સ્થળો ત્રીજા ભાગની સંખ્યા સાથે કરી ખુલી શકશે.

 બ્રિટન

 પબ્લીક ટ્રાન્સપોર્ટની સંખ્યા વધીઃ

 બ્રિટનમાં છુટના પહેલા અઠવાડીયામાં લોકો સનબાથનો આનંદ લઇ રહયા છે. પીકનીક મનાવવા નીકળી પડયા છે. પબ્લીક ટ્રાન્સપોર્ટની સંખ્યા વધી ગઇ છે. રેલ્વે સ્ટેશનોએ પોલીસ વધારી દેવામાં આવેલ.

ફ્રાન્સ

૧૦ થી ૧૫ દિવસમાં સ્થિતિની સમીક્ષાઃ

ફ્રાન્સે  પોતાની સુસ્ત પડેલ અર્થવ્યવસ્થા પાટા ઉપર ચડાવવા માટે બે માસથી લાગુ લોકડાઉનમાં રાહત આપી છે. સ્વાસ્થ્ય મંત્રી મંત્રી ઓલીવર વીરને જણાવેલ કે ૧૦થી ૧૫ દિવસમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.

જર્મની

રાહતોને લઇને રાજયોમાં અલગ નિયમઃ

જર્મનીમાં બાર રેસ્ટોરન્ટ અને હોટલ ખુલી રહયા છે. રેસ્ટોરન્ટ અને બારમાં લોકોએ એક-બીજાથી દોઢ મીટરના અંતરે બેસવાનું રહેેશે. બર્લીનમાં વીકેન્ડ ઉપર બાર બંધ રહેશે. જયારે બ્રાંડેનબુર્ગમાં છુટ અપાઇ છે.

ઇટાલી

 જુનથી યુરોપીયન પર્યટકોને મંજુરીઃ

ઇટાલીમાં સોમવારથી લોકડાઉનમાં રાહત અપાઇ છે. સાર્ડિયાની, વેનેટો અને કૈલાબ્રીયા પ્રાંતોએ જણાવેલ કે તેઓ જલ્દી વધારે છુટછાટ આપવા ઉપર જોર આપશે. ૩ જુનથી યુરોપીયન પર્યટકોને મંજુરી અપાઇ છે.

રશીયા

  વિદેશી એથલીટ આવી શકશેઃ

રશીયાએ આવતા મહિનાથી ફુટબોલ સ્પર્ધાની તૈયારી માટે વિદેશી એથલીટો અને તેના કોચને આવવાની અનુમતી આપી છે. રાષ્ટ્રપતિ પુતિને ગઇકાલે જ લોકડાઉન પુરૂ થવાની જાહેરાત કરેલ.

(4:26 pm IST)