મુખ્ય સમાચાર
News of Sunday, 19th May 2019

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ફરીવાર મેદાન મારશે : ગઠબંધનને 42થી 45 બેઠક અને કોંગ્રેસ-એનસીપી જોડાણને 4થી 6 સીટ મળશે

કોંગ્રેસ -એનસીપીના દેખાવમાં કોઈ સુધારો નહીં ;ભાજપ અને શિવસેના પોતાનો જલવો જાળવશે: NEWS 18-IPSOS નો એકઝીલ પોલ

મુંબઈ :લોકસભા ચૂંટણી 2019માં મહારાષ્ટ્રની 48 સીટો માટે એનડીએ (બીજેપી+શિવસેના) અને  કોંગ્રેસ+એનસીપી વચ્ચે મુકાબલો હતો.જેમાં  NEWS 18-IPSOSના મહારાષ્ટ્રના એક્ઝિટ પોલ પ્રમાણે એનડીએને 42-45 સીટો મળવાનો અંદાજ છે. જ્યારે કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને 04-06 સીટો મળવાનો અંદાજ છે.

  અત્રે ઉલ્લેખનીય ચયહે કે 2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપી અને શિવસેના સાથે હતા. 2014માં બંનેએ 41 સીટો જીતી હતી. બીજેપીને 25માંથી 23 અને શિવસેનાને 23માંથી 18 સીટો મળી હતી. 2014માં એનસીપીએ 21 સીટો પર ચૂંટણી લડી હતી 4 સીટો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસે 26 સીટો પર લડીને ફક્ત 2 સીટો જીતી હતી.

   મહારાષ્ટ્રમાં આ વખતે બીજેપી સામે દલિત નેતા પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન આઘાડી(VBA) અને અસબુદ્દીન ઓવૈસીની AIMIMનો સંયુક્ત પડકાર હતો. સ્વાભિમાની શેતકરી સંગઠન પણ ચૂંટણીના મેદાનમાં ઉતરી હતી.

  મહારાષ્ટ્ર્ની 48 સીટો ઉપર ચાર તબક્કામાં મતદાન થયા હતા. પ્રથમ તબક્કામાં 11 એપ્રિલે 7 સીટો પર, 18 એપ્રિલે 10 સીટો પર, 23 એપ્રિલે 14 સીટો પર અને 29 એપ્રિલે 17 સીટો પર મતદાન થયું હતું.

(9:15 pm IST)