મુખ્ય સમાચાર
News of Sunday, 19th May 2019

તેજપ્રતાપના સુરક્ષાકર્મીઓએ મીડિયા પર હુમલો કર્યો : ગાડી નીચે આવ્યો કેમેરામેનનો પગ

નવી દિલ્‍હી :  લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન વચ્ચે કેટલીય જગ્યાએથી હિંસાની ખબર આવી રહી છે, ત્યારે બિહારના પટનામાં પણ રવિવારના રોજ હિંસાની ખબર આવી હતી. બિહાર સરકારમાં મંત્રી રહેલા અને લાલૂ પ્રસાદ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવના સુરક્ષાકર્મીઓએ મીડિયાકર્મીઓ સાથે મારપીટ કરી હતી. તેજપ્રતાપની ગાડીની નીચે મીડિયા કેમેરામેનનો પગ પણ આવી ગયો હતો, જ્યારે આ અંગે વિરોધ કરવામાં આવ્યો તો સુરક્ષાકર્મીઓએ મીડિયા પર હુમલો કર્યો હતો.

રવિવારના રોજ જ્યારે તેજ પ્રતાપ યાદવ ઘરથી બહાર નીકળ્યા ત્યારે તેમની ગાડી નીચે કેમેરામેનનો પગ આવી ગયો હતો, કેમેરામેનનો પગ ગાડી નીચે આવતા તેણે કેમેરો ગાડીના કાચ પર માર્યો હતો અને ગાડીનો કાચ ફૂટી ગયો હતો.

આથી ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ મીડિયાકર્મી સાથે ગેરવર્તણૂક કરીને તેની સાથે મારપીટ કરી હતી.

(4:08 pm IST)