મુખ્ય સમાચાર
News of Sunday, 19th May 2019

મણીપુર નાગા પિપલ્‍સ ફ્રન્‍ટ ભાજપને આપેલો ટેકો પરત ખેંચવાના મુડમાં ટેકા અંગે ફેર-વિચારણા કરવા મળેલ બેઠકમાં સુચનો રજુ થયા : જો કે નેતાઓ હજુ સુધી કોઇ ચોક્કસ નિર્ણય લઇ શકયા નથી

નવી દિલ્‍હી : ધી નાગા પિપલ્સ ફ્રન્ટ (NPF)એ મણીપુરમાં ભાજપ શાષિત રાજ્ય સરકારમાં ગઠબંધનનો ભાગ છે પણ આગામી સમયમાં ચૂંટણીનાં પરિણામો પછી ભાજપને આપેલો ટેકો પાછો ખેંચી લે તેવી શક્યતા જણાઇ રહી છે.

ભાજપને આપેલા ટેકા વિશે ફેર વિચારણા કરવા માટે નાગા પિપલ્સ ફ્રન્ટનાં નેતાઓની એક મિટિંગ તાજેતરમાં મળી હતી. જો કે, આ મિટિંગ નેતાઓ કોઇ ચોક્કસ તારણ પર આવી શક્યા નહીં.

એનપીએફનાં નેતાઓનો દાવો છે કે, ભાજપ સરકાર તેમણે આપેલા સૂચનો અને વિચારોને ગણકારતી નથી. જો કે, ભાજપે આ આરોપો નકાર્યા છે.

એનપીએફનાં પ્રવક્તાએ જણાવ્યું કે, ભાજપનો એનપીએફ પ્રત્યેનો અભિગમ સારો નથી અને તેથી અમે ટેકો પાછો ખેંચી લેવા માટે વિચારીએ છીએ. આ મિંટિંગમાં નાગા પિપલ્સ ફ્રન્ટનાં સિનિયર નેતાઓએ હાજરી આપી હતી.

ણીપુર વિધાનસભામાં કુલ 60 વિધાનસભા બેઠકો છે જેમાં એનપીએફનાં ચાર ધારાસભ્યો છે. જો નાગા પિપલ્સ ફ્રન્ટ ટેકો પાછો ખેંચી લે તો પણ ભાજપનાં નેતૃત્વવાળી સરકારને કોઇ ફર્ક પડવાનો નથી. ભાજપનાં 29 ધારાસભ્યો છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનાં 28 ધારાસભ્યો ચૂંટાયા હતા પણ તેમાંથી આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ગયા હતા. આથી ભાજપનાં ધારાસભ્યોની સંખ્યા 21માંથી 29 થઇ હતી.

(4:11 pm IST)