મુખ્ય સમાચાર
News of Sunday, 19th May 2019

એનડીએને બહાર રાખી ગઠબંધનમાં માયાવતી અથવા મમતા બની શકે પીએમ. સોનીયા ગાંધી યુપીએ પેટર્ન મુજબ દાવ ખેલશે ?

નવી દિલ્‍હી : પાછળા દિવસોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે તેમના પક્ષને વડાપ્રધાનનું પદન ન મળે તો તેમને કોઈ આપત્તિ નથી. જો એવું થશે તો કોંગ્રેસને બિન એનડીએ દળો સાથે હાથ મેળવવામાં કોઈ સમસ્યા નહીં થાય.

ભાજપની તાકાત જ તેની કમજોરી છએ. કારણ કે તે પીએમ પદ માટે કોઈની સાથે સમજૂતી સાધી શકે તેમ નથી. એટલું જ નહીં પરંતુ મોટા ખાતા જેમ કે ગૃહ, સંરક્ષણ, રેલવે બીજાને આપવું પણ ભાજપ માટે સરળ નહીં હોય.

વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે એક પણ વાર રાહુલ ગાંધીનું નામ વડાપ્રધાન તરીકે આગળ ધર્યુ નથી. એટલું જ નહીં પરંતુ રાહુલે જાતે પણ પીએમ પદ માટે પોતાની જાતને ક્યારેય પ્રોજેક્ટ કરી નથી. તામિલનાડુમાં ડીએમકે સુપ્રીમો સ્ટાલિને એકવાર રાહુલ નામ પીએમ તરીકે પ્રોજેક્ટ કર્યુ હતું.

(4:11 pm IST)