મુખ્ય સમાચાર
News of Saturday, 19th May 2018

કયુબાની રાજધાની હવાનામાં બોઇંગ તૂટી પડયું : ૧૦૦ના મોત : ૩ ગંભીર

હવાના તા. ૧૯ : કયુબાની રાજધાની હવાનામાં બોઈંગ ૭૩૭ વિમાન ટેકઓફની થોડીવાર બાદ ક્રેશ થયુ હતું. કયુબન મીડિયાએ જણાવ્યા મુજબ આ ઘટનામાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. બોઈંગ ૭૩૭ વિમાન જોસ માર્ટી ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક ઉડતા પહેલા જ દુર્ઘટનાગ્રસ્ત થયું.

મળતી માહિતીના આધારે વિમાન હવાનાથી હોલગુઈન જઈ રહ્યું હતુ, જેમાં ૧૦૪ યાત્રી સવાર હતા. વિમાન ક્રેશ બાદ પોલીસ અને ફાયર ફાઈટરની ટીમો મોટી માત્રામાં ઘટનાસ્થળે પંહોચી હતી. ઘટના કેવી રીતે બની તેનું કારણ હજુ અકબંધ. વિમાનમાં ૧૦૪ મુસાફરો હતા.

આ દૂર્ઘટનામાં અંદાજે ૧૦૦થી વધારે લોકોના મોત નિપજયાં છે. આ વિમાનમાં ૧૦૪ યાત્રી તેમજ વિમાન સ્ટાફના ૯ સભ્યો સવાર હતા. સૂત્રોની જાણકારી મુજબ આ વિમાન હવાનાથી કયૂબાના એક બીજુ શહેર હૂલગિન જઇ રહ્યું હતું. મળતી જાણકારી મુજબ આ બોઇંગ ૭૩૩ વિમાન હતું. આ વિમાન સરકારી એરલાઇન્સ કયુબાનું હતું.

આ વિમાન ટેકઓફ કરતા સમયે દૂર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દૂર્ઘટના દક્ષિણી હવાનાના જોસ માર્તી ઇન્ટરનેશનલ એરપોર્ટના સેન્ટિયાગો ડિ લાસ વેગસ નામના શહેર પાસે થઇ છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર આ વિમાનને કયૂબાની સરકારી એરલાઇન્સ કયૂબાનાએ ભાડ પર લીધુ હતુ.

આ એરલાઇન્સે છેલ્લા કેટલાક મહિનાઓમાં પોતાના જૂના વિમાનોને પ્રવાસીઓ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ વિમાનોમાં ટેકનીકલ ખામી બતાવી બંધ કરવામાં આવ્યા હતા.

(11:41 am IST)