મુખ્ય સમાચાર
News of Saturday, 19th May 2018

કેન્‍દ્ર સરકાર બધા માટે ઘર યોજના પૂર્ણ કરવાની તૈયારીમાંઃ આ વર્ષના અંત સુધીમાં શહેરી અને ગ્રામીણ વિસ્‍તારોમાં ગરીબોને ૨ કરોડ ઘર બનાવી અપાશે

નવી દિલ્હીઃ પોતાના ઘરનું સપનુ જોઇ રહેલા ગ્રામીણ અને શહેરી વિસ્તારોના લોકો માટે ખુશખબરી છે. મોદી સરકાર પોતાની મહત્વાકાંક્ષી યોજના 'બધા માટે ઘર'ને પુરૂ કરવાની તૈયારીમાં છે. 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન આવાસ યોજના હેઠળ 2 કરોડ ઘરની ભેટ પીએમ મોદી આપશે. કેંદ્રની યોજના છે કે 2018ના અંત સુધી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોને 2 કરોડ ઘર બનાવી આપવામાં આવશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વર્ષના અંત સુધી 1 કરોડ ઘરનું નિર્માણ કરવામાં આવશે. 

ઇકોનોમિક ટાઇમ્સના સમાચાર અનુસાર શહેરોમાં કુલ 1.18 કરોડ ઘરોનું નિર્માણ 2022ના બદલે 2020 સુધી પુરૂ કરી દેવામાં આવશે. તો બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં 1 કરોડ ઘરોનું નિર્માણ આ વર્ષના અંત સુધી ફાળવી દેવામાં આવશે. ફાળવણી કરવા પાછળનો હેતું લોકોને વિશ્વાસ અપાવવાનો છે કે તેમને મકાન મળવાના છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં 45 લાખ ઘરોને મંજૂર કરી દેવામાં આવ્યા છે. 

સરકારની આ યોજના હેઠળ ગરીબોને ઘર આપવાનો હેતુ વડાપ્રધાન આવાસ યોજનાને ગ્રામીણ વિસ્તારો સુધી લઇ જવાનો છે. પહેલાં આ વિસ્તારોમાં ઘર આપવામાં આવશે. ગરીબોને ઘર મળવાથી ઘર મળતાં એક મોટો ફેરફાર આવશે અને ન્યૂ ઇંડીયાનું નિર્માણ થશે. 

વડાપ્રધાન આવાસ યોજના હેઠળ સૌથી વધુ ઘર ઉત્તર પ્રદેશમાં બનાવવામાં આવ્યા છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ઘરોની કમી સૌથી વધુ હતી. એટલા માટે જ ગત એક વર્ષમાં ઉત્તર પ્રદેશ સરકારે 8 લાખ બનાવ્યા છે. આ કોઇપણ રાજ્યથી વધુ છે. એટલું જ નહી ઘર લેનાર લોકોને 1.2 લાખ રૂપિયાની સબસિડી પણ આપવામાં આવી છે. 

ગત એક વર્ષમાં મધ્ય પ્રદેશે 6 લાખ ઘરોનું નિર્માણ કર્યું છે. તો બીજી તરફ રાજસ્થાનમાં 3.5 લાખ ઘરોનું નિર્માણ કર્યું છે. વડાપ્રધાન આવાસ યોજના હેઠળ અત્યાર સુધી 40 લાખથી વધુ ઘરોનું નિર્માણ પુરૂ થઇ ચૂક્યું છે. જૂન સુધી 60 લાખ ઘર બનાવવાના છે. બાકી 40 લાખ ઘરોનું નિર્માણ ડિસેમ્બર 2018 સુધી બનાવવાનું લક્ષ્ય છે. 

વડાપ્રધાન આવાસ યોજનાને પીએમ મોદી 2016માં લોંચ કરી હતી. તેની ડેડલાઇન માર્ચ 2019 રાખવામાં આવી હતી. એક તરફ ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં 40 લાખ ઘર બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં જમીન અને પૈસાની સમસ્યાના લીધે 5 લાખ ઘરોનું નિર્માણ થયું છે. અત્યારે અહીં 22 લાખ ઘરોનું નિર્માણ થવાનું છે. 

(12:00 am IST)