મુખ્ય સમાચાર
News of Monday, 19th April 2021

ઈન્દોરમાં પાદરીના પરિવારે ૩ સભ્યને કોરોનામાં ગુમાવ્યા

દેશમાં ચારેબાજુ કોરોનાના મોતનું તાંડવ : પરિવારની સારવાર પાછળ ૧૬ લાખનો ખર્ચ થયો હતો અને આ બિલ ચુકવ્યા બાદ પણ કોઈ બચી શક્યું નહોતું

ઈન્દોર, તા. ૧૯ : ભારતમાં કોરોનાએ સંખ્યાબંધ પરિવારો ઉજાડી દીધા છે. ચારે તરફ મોતનુ તાંડવ થઈ રહ્યુ છે.આવા એક પરિવારની કરુણાંતિકા હચમચાવી દે તેવી છે.

મળતી વિગતો પ્રમાણે ઈન્દોરમાં રહેતા પાદરી પરિવારે પોતાના પાંચમાંથી ત્રણ સદસ્યો કોરોનાના કારણે ગુમાવ્યા છે.મળતી વિગતો પ્રમાણે ૮૬ વર્ષના પાદરી જે સેમ્યુઅલ, તેમના ૮૩ વર્ષના પત્ની કુંજમ્મા, પુત્ર જોનસનના કોરોનાથી મોત થયા છે.જોનસનની પત્ની શોબી આઈસોલેટેટ છે અને જોનસનનો પુત્ર ફિલોમન કોરોનાથી સંક્રમિત છે અને તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

જોકે વધારે ચોંકાવનારી વાત છે કે, જે સેમ્યુલ, કુંજમ્મા અને જોનસનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એપ્રિલથી ૧૭ એપ્રિલની વચ્ચે ત્રણેના મોત થયા હતા .તેમની સારવાર પાછળ ૧૬ લાખ રુપિયાનો ખર્ચ થયો હતો અને બિલ ચુકવ્યા બાદ પણ કોઈ બચી શક્યુ નહોતુ.

(8:00 pm IST)