મુખ્ય સમાચાર
News of Monday, 19th April 2021

વારાણસી, કાનપુર, પ્રયાગરાજ,લખનૌ અને ગોરખપુરમાં 26 એપ્રિલ સુધી લૉકડાઉન લગાવવા હાઇકોર્ટનો આદેશ

માત્ર જરૂરી સેવાઓને જ છૂટ ;આ પાંચેય શહેરોમાં બેંક અને એટીએમ ખુલ્લા રહેશે

લખનૌ : કોરોના વાયરસ મહામારીના પ્રકોપને જોતા અલ્હાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશની યોગી સરકારને 26 એપ્રિલ સુધી પાંચ કોરોના પ્રભાવિત શહેરોમાં લૉકડાઉન લગાવવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે વારાણસી, કાનપુર, પ્રયાગરાજ, લખનઉં અને ગોરખપુરમાં 26 એપ્રિલ સુધી લૉકડાઉન લગાવવાના આદેશ આપ્યા છે.

 અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ અનુસાર આ દરમિયાન પાંચ જિલ્લામાં સરકારી અને પ્રાઇવેટ કાર્યાલય બંધ રહેશે. આ સાથે જ માત્ર જરૂરી સેવાઓને જ છૂટ આપવામાં આવશે. પાંચ શહેરોમાં બેંક અને એટીએમ ખુલ્લા રહેશે.

આ પહેલા ઉત્તર પ્રદેશ સરકારે આખા રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉનનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. મુખ્યમંત્રી કાર્યાલય અનુસાર, રાજ્યમાં પૂર્ણ તાળાબંધી લાગુ કરવાની જરૂર નથી. કોરોના વાયરસના પ્રસાર પર અંકુશ લગાવવા માટે ઉત્તર પ્રદેશમાં લૉકડાઉન ચાલુ રહેશે

(7:44 pm IST)