મુખ્ય સમાચાર
News of Monday, 19th April 2021

શું છે ઓક્‍સીમીટર? તેનાથી શું થઈ શકે? શા માટે ઘરમાં હોવું જરૂરી છે?

Oximeter: શું છે ઓક્‍સીમીટર? તેનાથી શું થઈ શકે? શા માટે ઘરમાં હોવું જરૂરી છે?

નવી દિલ્‍હી, તા.૧૯: સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. કોરોનામાં ઓક્‍સીમીટર શબ્‍દ વારંવાર સાંભળવા મળી રહ્યો છે. ડોકટરોના મત મુજબ જે દર્દીઓમાં કોરોનાના સામાન્‍ય લક્ષણો જોવા મળી રહ્યા છે, તેમણે પ્રોટોકોલનું પાલન કરીને ઓક્‍સીમીટરનો દ્યરે ઉપયોગ કરવો જોઈએ. ઓક્‍સીમીટરની મદદથી તમને એ વાતનો ખ્‍યાલ આવી શકે છે દર્દીને હોસ્‍પિટલ લઈ જવાની જરૂરિયાત ક્‍યારે છે અને જરૂરિયાતમંદ લોકોનો યોગ્‍ય સમયે પર ઈલાજ થઈ શકે છે.

ઓક્‍સીમીટર તમારા લોહીમાં ઓક્‍સીજનની તપાસ કરે છે. આ ઉપકરણની મદદથી રક્‍તકણ એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ કેટલા ઓક્‍સીજનનું પરિવહન કરે છે તે વિશે જાણી શકાય છે. લોહીમાં ઓક્‍સીજનના પ્રવાહને કારણે દરેક અંગ કાર્યરત રહે છે, જે જીવિત રહેવા માટે જરૂરી છે.

કોરોના વાયરસ ફેંફસાઓને નુકસાન પહોંચાડે છે. સામાન્‍ય લક્ષણો ધરાવતા દર્દીઓના શરીરમાં અચાનક ઓક્‍સીજનનું સ્‍તર ઘટી જાય છે. આ પ્રકારની પરિસ્‍થિતિ ન સર્જાય તે માટે હોમ આઈસોલેટ થયેલા દર્દીઓના લોહીમાં ઓક્‍સીજનની નિયમિત તપાસ કરવાની જરૂરિયાત છે. ઓક્‍સીમીટરની મદદથી શરીરમાં ઓક્‍સીજનનું સ્‍તર ઘટે તો તેની ખબર પડે છે, જેથી દર્દીને તાત્‍કાલિક હોસ્‍પિટલ લઈ જઈને સારવાર કરાવી શકાય છે.

બાળકો અને સ્‍વસ્‍થ વ્‍યક્‍તિ માટે આ ઉપકરણની જરૂરિયાત નથી, પરંતુ કોરોના સંક્રમિત થવા પર દરેક વ્‍યક્‍તિ માટે જરૂરી છે. અસ્‍થમા, હ્રદયરોગ અને ક્રોનિક ઓબ્‍સટ્રક્‍ટિવ પલ્‍મોનરી ડિસીઝના દર્દીઓમાં આઙ્ઘક્‍સીજનની નિયમિત તપાસ કરવી જરૂરી છે.

ઓક્‍સીમીટરને પોર્ટેબલ પલ્‍સ ઓક્‍સીમીટર પણ કહેવામાં આવે છે. આ ઉપકરણ ખૂબ જ નાનું હોવાથી એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ લઈ જઈ શકાય છે. આ ઉપકરણ કપડાં પર લગાવવાની ક્‍લિપ જેવું દેખાય છે, જેને ઓન કરીને હાથની આંગળીઓમાં લગાવવામાં આવે છે. ઓક્‍સીમીટરની સ્‍ક્રીન પર ઓક્‍સીજનનું સ્‍તર જોવા મળે છે. આ ઉપકરણમાં પલ્‍સ પણ જોવા મળે છે. કોરોનાના દર્દીઓની થોડાં થોડાં કલાકના અંતરે તપાસ કરવામાં આવે તો તેમના ફેફસાં યોગ્‍ય રીતે કામ કરે છે કે કેમ, તે વિશે ખબર પડે છે.

ઓક્‍સીમીટરના રીડિંગમાં ૨ ટકાની વધ-ઘટ હોવાની શક્‍યતા છે, જેને એરર વિંડો કહેવામાં આવે છે. ઓક્‍સીમીટરની સ્‍ક્રીન પર બતાવવામાં આવેલ રીડિંગ કરતા દર્દીમાં બ્‍લડ ઓક્‍સીજન લેવલ ૨ પોઈન્‍ટ વધુ કે ઓછું હોઈ શકે છે. ઓછી એક્‍યુરેસી બાદ પણ જલ્‍દીથી રિઝલ્‍ટ આવવાને કારણે કોરોનાના દર્દીઓને હોમ આઈસોલેટ દરમિયાન ઓક્‍સીમીટરની મદદથી તપાસ કરવાનું કહેવામાં આવે છે.

પલ્‍સ ઓક્‍સીમીટરનો ખૂબ જ સરળતાથી ઉપયોગ કરી શકાય છે. જો તમારા નખ ઉપર ઘાટા રંગની નેઈલપોલિશ હોય તો રીડિંગ ખોટું આવી શકે છે. જેથી નેઈલપોલિશ કાઢ્‍યા બાદ આંગળી પર લગાવવું. વધુ પડતા ઠંડા તાપમાનમાં પણ ઓક્‍સીમીટરની એક્‍યુરેસીમાં ગરબડ આવી શકે છે, જેથી હાથ ઠંડા ન હોવા જોઈએ.

લોહીમાં ઓક્‍સીજનનું સ્‍તર કેટલું હોવું જોઈએ તે જાણવું જરૂરી છે. સ્‍વસ્‍થ વ્‍યક્‍તિના શરીરમાં ઓક્‍સીજનનું સ્‍તર ૯૫થી ૧૦૦ ટકાની વચ્‍ચે હોય છે. જો શરીરમાં ઓક્‍સીજન સ્‍તર ૯૫થી ઓછું આવે છે તો ફેંફસામાં તકલીફ થઈ રહી હોવાનું દર્શાવે છે. ઓક્‍સીજનનું સ્‍તર ૯૪થી નીચે જાય તો સચેત થવું જરૂરી છે અને ૯૩થી નીચે જાય તો દર્દીને તાત્‍કાલિક હોસ્‍પિટલ લઈ જવાની જરૂર છે. ઓક્‍સીજનનું સ્‍તર નીચે જવાથી શરીરની ૮ ટકા કોશિકાઓ કામ નથી કરી રહી તેનો સંકેત આપે છે. કોરોનાના સમયમાં દરેક દ્યરમાં ઓક્‍સીમીટર રાખવાની સલાહ આપવામાં આવી રહી છે, જેથી હોમ આઈસોલેટ થયેલ દર્દીમાં ઓક્‍સીજનનું સ્‍તર જોઈ શકાય. ઓક્‍સીમીટર કોઈપણ મેડિકલ દુકાનમાં મળી શકે છે અને ઓનલાઈન પણ મંગાવી શકાય છે. ઓક્‍સીમીટર રૂ. ૧૦૦ થી લઈને રૂ. ૧૦૦૦ સુધીમાં મળી શકે છે, અલગ અલગ બ્રાંડના ઓક્‍સીમીટરના અલગ અલગ ભાવ હોય છે.

(4:53 pm IST)