મુખ્ય સમાચાર
News of Monday, 19th April 2021

દિલ્હીમાં લોકડાઉન શરૂ થયા પહેલા દારૂ-બીયર ખરીદવાની લાંબી લાઇનો

જીવન જરૂરીયાતની વસ્તુઓ લેવા પણ દોડધામ

નવી દિલ્હી, તા.૧૯: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં આવતા સોમવારના સવાર સુધી લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ છે. આ લોકડાઉન આજે રાતે ૧૦ વાગ્યાથી અમલમાં આવશે. અહેવાલ જોવા મળ્યા તો દારૂના શોખીનોનો સુખ ચેન ઉડી ગયા, તાત્કાલીક નજીકની દુકાનો પર ભીડ ઉમટી.

અનેક સ્થળે દુકાનોની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલીક દુકાનો પર સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમોનો ઉલાળીયો થયો છે. બજારમાં આવેલી દારૂની આ દુકાનની બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. સોશ્યલ ડિસ્ટન્સિંગ અંગે લોકોને માલૂમ જ નથી.

(3:27 pm IST)