મુખ્ય સમાચાર
News of Monday, 19th April 2021

કોરોના સંકટઃ આગામી ત્રણ અઠવાડિયા ભારત માટે મહત્વના

નવી દિલ્હી, તા.૧૯: સેન્ટર ફોર સેલ્યૂલર એન્ડ મોલેકયૂલર બાયોલોજી (CSIR-CCMB)ના ડાયરેકટર ડો.રાકેશ મિશ્રાનું કહેવું છે કે કોરોના વાઇરસના ફેલાવાના મામલે આવતા ત્રણ અઠવાડિયા ભારત માટે મહત્વના છે. લોકો સુરક્ષા માર્ગદર્શિકાઓનેં કડક રીતે પાલન કરે એ ખૂબ જ મહત્વનું છે. લોકોએ જ અત્યંત કાળજી લઇને સ્વયંને બીમારીના ચેપથી બચાવવાની જરૂર છે. દેશભરમાં હોસ્પિટલોમાં પથારીઓ, ઓકિસજન સિલિન્ડરો અને રસી - પૂરવઠાઓની અછતની હાલની પરિસ્થિતિ જો ચાલુ રહેશે તો ભારત આફતમાં મૂકાઇ જશે.

દરમિયાન, ટાટા સ્ટીલ, JSPL, કેન્દ્ર સરકાર હસ્તકની સ્ટીલ ઉત્પાદક કંપની SAIL, આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા, JSW સ્ટીલ જેવી કંપનીઓએ જાહેરાત કરી છે કે કોવિડ દર્દીઓની સારવાર માટે તેેઓ મેડિકલ ઓકિસજન (લિકવીડ મેડિકલ ઓકિસજન - LMO) ની સેંકડો-હજારો ટનના હિસાબે દેશભરમાં સપ્લાય કરી રહી છે

(12:01 pm IST)