મુખ્ય સમાચાર
News of Monday, 19th April 2021

પ્રથમ લહેરની તૈયારી પર અમલ થાત તો ન થતા આજની સ્‍થિતિઃ ટેસ્‍ટીંગ-ટ્રેકિંગ-ટ્રીટમેન્‍ટ પર સવાલ

સરકારોએ બીજી લહેર અંગે ઢોલ વગાડયા-પ્રજાને સાવચેત કરી પણ પોતે સુઈ ગઈ : ઓગષ્‍ટ પછી જાણે કોરોના ભાગી ગયો એ સમજી વિવિધ સરકારો નિヘંિત બની ગઈ હતી

નવી દિલ્‍હી, તા. ૧૯ :. કોરોનાની બીજી લહેર અંગે લોકોને વારંવાર ચેતવણી આપવામાં આવી પરંતુ સરકાર સુસ્‍ત પડી. માર્ચ ૨૦૨૦માં કોરોનાની પહેલી લહેર બાદ કેન્‍દ્ર અને રાજ્‍યોના સ્‍તર પર આ મહામારીથી લડવા અંગે તૈયારી કરવામાં આવી હતી. તે અંગે ધ્‍યાન આપવામાં આવ્‍યુ હોત તો ઓકિસજન, બેડ વગેરેની અછત અંગે હાહાકાર ના મચ્‍યો હોત.. હાલમાં ટેસ્‍ટીંગ, ટ્રેકિંગ અને ટ્રિટમેન્‍ટ ત્રણ સવાલોમાં ઘેરાયેલા રહે છે.

મે ૨૦૨૦માં સરકાર દ્વારા કોરોના પર થતી સાપ્તાહિક પ્રેસ કોન્‍ફરન્‍સમાં જણાવવામાં આવ્‍યુ કે આ મહામારી વિરૂદ્ધ ઓકિસજન અને આઈસીયુ બેડ વધારવા સૌથી કારગર હથીયાર સાબિત થશે. ઓગષ્‍ટ ૨૦૨૦માં એ નક્કી કરવામાં આવ્‍યુ હતુ કે ૧૬૨ હોસ્‍પીટલોમાં તેનુ ખુદતુ ઓકિસજન સેયંત્ર હશે પરંતુ છેલ્લા છ-સાત મહિનામાં ફકત ૩૩ જ તૈયાર કરવામાં આવશે.

જ્‍યારે હવે કાળ મોઢુ ફાડીને ઉભો છે તો સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ૫૯ અને સેયંત્ર એપ્રિલના અંત સુધી તથા ૮૦ને અંત સુધીમાં તૈયાર થશે.

કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય તેની યાદ તો અપાવી રહ્યુ છે પરંતુ એ વાત પર મૌન છે કે દરેક સંબંધિત હોસ્‍પીટલોમા ઓકિસજન માટે એક સાથે કોન્‍ટ્રાકટ કેમ આપવામાં આવ્‍યો નહી ? હવે ફરી ૧૦૦ નવી હોસ્‍પીટલોમાં ઓકિસજન મશીન લગાવવાની મંજુરી મળી છે. હવે એજન્‍સીઓ ગંભીરતાથી લેશે તો તેનુ પરિણામ સારૂ આવશે .

રાજ્‍યો તરફથી ફરી ઓકિસજન અને વેન્‍ટીલેટર્સની ગુહાર લગાવામાં આવી રહી છે. જ્‍યારે છેલ્લા થોડાક સમયથી કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્‍યો હાથ પર હાથ ધરીને બેઠા હતા.

ધ્‍યાને રહે કે સ્‍વાસ્‍થ્‍ય જ્‍યાં રજાય્‍ સૂચીનો વિષય છે બીજી બાજુ ઓકિસજનની જરૂરીયાત ફકત કોરોનામા નથી હોતી. હાલમાં કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય તરફથી જણાવવામાં આવી રહ્યુ છે કે ગયા વર્ષે રાજ્‍યોને ૩૪,૨૨૮ વેન્‍ટીલેટર્સ ઉપલબ્‍ધ કરાવવામાં આવ્‍યા છે. અંદાજે પાંચ હજાર વેન્‍ટીલેટર મહારાષ્‍ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્‍યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડને વધુ આપવામા આવ્‍યા છે આ પીએમ કેયર્સ ફંડમાં આપવામાં આવ્‍યા હતા.

રાજ્‍ય એ બતાવવાની સ્‍થિતિમાં નથી કે તેના તરફથી હોસ્‍પીટલોમાં કેટલા બેડ વધારવામાં આવ્‍યા અને કેટલા વેન્‍ટીલેટર્સ આપવામાં આવ્‍યા છે.

પ્રથમ લહેર બાદ કેન્‍દ્ર દ્વારા દિલ્‍હી સહિત કેટલાક રાજ્‍યોમાં અતિરિકત બેડની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. જે છેલ્લા કેટલાક દિવસોમાં ખત્‍મ કરવામાં આવ્‍યા જ્‍યારે રાજ્‍ય કેન્‍દ્રના ભરોસે બેઠા.છે.

(11:22 am IST)