મુખ્ય સમાચાર
News of Monday, 19th April 2021

કોરોના સંક્રમણના દરમાં રેકોર્ડ ઉછાળો : ૧૨ દિવસમાં ડબલ થયો

રોજના સંક્રમણનો દર છેલ્લા ૧૨ દિવસમાં ૮ ટકાથી વધીને ૧૬.૬૯ ટકા થઈ ગયો છે, જયારે રાષ્ટ્રીય સાપ્તાહિક સંક્રમણ દર ૩.૦૫ ટકાથી વધીને ૧૩.૫૪ ટકા થઈ ગયો છે : ૧૦ રાજયો- મહારાષ્ટ્ર, ઉત્ત્।ર પ્રદેશ, દિલ્હી, છત્ત્।ીસગઢ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, કેરળ, ગુજરાત, તમિળનાડુ અને રાજસ્થાનમાં કોરોના કેસોમાં ઉછાળો : છત્ત્।ીસગઢમાં સૌથી વધુ સાપ્તાહિક સંક્રમણ દર ૩૦.૩૮ ટકા.

નવી દિલ્હી,તા.૧૯:  ભારતમાં કોરોના વાયરસ સંક્રમણનો રોજનો દર છેલ્લા ૧૨ દિવસમાં ડબલ થઈને ૧૬.૬૯ ટકા થઈ ગયો છે જયારે કે સાપ્તાહિક સંક્રમણ દર છેલ્લા એકમહિનામાં ૧૩.૫૪ ટકા સુધી પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રલાય તરફથી જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતમાં રવિવારે કોરોના વાયરસથી સંક્રમણના ૨,૬૧,૫૦૦ નવા કેસ સામે આવ્યા અને ૧૫૦૧ દર્દીના મોત થઈ ગયા, તો સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ૧૮ લાખથી વધુ થઈ ગઈ છે.

મંત્રાલયે કહ્યું કે, ૧૦ રાજયો- મહારાષ્ટ્ર, ઉત્ત્।ર પ્રદેશ, દિલ્હી, છત્ત્।ીસગઢ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, કેરળ, ગુજરાત, તમિળનાડુ અને રાજસ્થાનમાં નવા કેસોમાંથી ૭૮.૫૬ ટકા કેસ નોંધાયા છે. મંત્રાલય તરફથી અપાયેલા સ્ટેટમેન્ટમાં કહેવાયું કે, 'રોજના સંક્રમણનો દર છેલ્લા ૧૨ દિવસમાં ૮ ટકાથી વધીને ૧૬.૬૯ ટકા થઈ ગયો છે. રાષ્ટ્રીય સાપ્તાહિક સંક્રમણ દર ૩.૦૫ ટકાથી વધીને ૧૩.૫૪ ટકા થઈ ગયો છે.'

મંત્રાલય મુજબ, છત્ત્।ીસગઢમાં સૌથી વધુ સાપ્તાહિક સંક્રમણ દર ૩૦.૩૮ ટકા છે, તે પછી ગોવામાં ૨૪.૨૪ ટકા, મહારાષ્ટ્રમાં ૨૪.૧૭ ટકા, રાજસ્થાનમાં ૨૩.૩૩ ટકા અને મધ્ય પ્રદેશમાં ૧૮.૯૯ ટકા છે. દેશમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ૧૮.૦૧,૩૧૬ થઈ ગઈ છે, જે કુલ સંક્રમણના ૧૨.૧૮ ટકા છે. પાંચ રાજયો- મહારાષ્ટ, છત્ત્।ીસગઢ, ઉત્ત્।ર પ્રદેશ, કર્ણાટક અને કેરળમાં ભારતના કુલ સારવાર લઈ રહેલા દર્દીઓના ૬૫.૦૨ ટકા દર્દીઓ છે.

મંત્રાલયે કહ્યું કે, ૧,૩૮,૪૨૩ અને લોકોના સંક્રમણમાંથી બહાર આવ્યા બાદ બીમારીમાંથી સાજા થઈ ચૂકેલા લોકોની સંખ્યા ૧,૨૮,૦૯,૬૩ થઈ ગઈ છે. કુલ ૧૫૦૧ મૃતકોમાં સૌથી વધુ ૪૧૯ મહારાષ્ટ્રના છે અને તે પછી ૧૬૭ લોકોના મોત દિલ્હીમાં થયા છે. નવા રાજયો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાથી એક પણ વ્યકિતના મોતના અહેવાલ નથી. આ રાજયોમાં દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ, મિઝોરમ, મણિપુર, લક્ષદ્વીપ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ સામેલ છે.

(10:06 am IST)