મુખ્ય સમાચાર
News of Monday, 19th April 2021

૧૧ નરાધમોએ મહિલા સાથે કર્યો ગેંગરેપ

ઘટના બાદ મહિલા ૨ દિવસ સુધી બેભાન અવસ્થામાં રહી

રાંચી, તા.૧૯: ઝારખંડના પાકુડથી એક સણસણતા સમાચાર સામે આવી રહ્યા છે, જયાં એક ૩૫ વર્ષની મહિલાની સાથે ૧૧ લોકોએ ગેગંરેપ કર્યો. ઘટના બાદ મહિલા ૨ દિવસ સુધી બેભાન અવસ્થામાં રહી. મહિલાએ પરિવાર સાથે મુફસ્સિલ પોલીસ સ્ટેશન જઇને તેની સાથે થયેલી હિચકારી દ્યટનાની ફરિયાદ નોંધાવી. એસપી મણિલાલ મંડલે આ સંબંધમાં જણાવ્યું કે ટીમ બનાવીને તમામ ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ પોલીસે તમામ ૧૧ આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવ્યો જેમાં ૮ આરોપી કોરોના પોઝિટિવ નીકળ્યા છે. પીડિતા પણ કોરોના સંક્રમિત નીકળી છે.

આ ઘટના ઝારખંડના પાકુડની છે. એસપી મણિલાલ મંડલે આ મામેલ મોટો ખુલાસો કરતા કહ્યું કે, આરોપીઓમાં પીડિતાના સંબંધી પણ સામેલ છે. મહિલાના સાંજે શૌચક્રિયા કરવા જઇ રહી હતી. એ સમયે રસ્તામાં કેટલાક યુવક દારૂ પી રહ્યા હતા. મહિલાને એકલી જોઇને આરોપીઓએ હથિયારના જોરે અપહરણ કર્યું. કેટલેક દૂર જંગલમાં લઇ જઇને આરોપીઓએ વારાફરથી મહિલા સાથે ગેંગરેપ કર્યો. ત્યારબાદ આરોપીઓએ પોતાના કેટલાક સંબંધીઓને બોલાવ્યા અને આખી રાત મહિલા સાથે દુષ્કૃત્ય કર્યું.

પોલીસે આ મામલે કાર્યવાહી કરતા ૧૦ કલાકની અંદર તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી. શરૂઆતમાં પોલીસને એક સાથે ૧૦ આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. એક કિશોર આરોપી ફરાર થઈ ગયો હતો, જેની પણ ધરપકડ કરવામાં આવી. તમામ ૧૧ આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો. આરોપીઓમાંથી ૮ આરોપી કોરોના પોઝિટિવ નીકળ્યા. પીડિતા પણ કોરોના પોઝિટિવ છે.

(10:06 am IST)