News of Friday, 19th April 2019
IPO માર્કેટ ફરી ધમધમતું થશેઃ પ૦થી વધુ કંપનીઓ IPO લાવવા કતારમાં
નવી દિલ્હી તા. ૧૯: શેરબજારના નિષ્ણાતોનું માનવું છે કે ઘરેલું સ્તર ઇકોનોમિક ફંડામેન્ટલ મજબૂત હોવાથી ઇકિવટી માર્કેટમાં રેલી આવી છે જે આગળ પણ ચાલુ રહેવાની આશા છે. આ માહોલમાં પ્રાઇમરી માર્કેટમાં હલચલ બની રહેવાની પણ આશા છે.
તાજેતરમાં પોલિકેબ ઇન્ડિયાએ શેબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. કંપનીનો આઇપીઓ ઇશ્યુ પ્રાઇસથી ૧૮ ટકા પ્રિમિયમ પર લિસ્ટ થયો હતો જે ટ્રેડિંગ સેશનના અંતે ૩ ટકાથી વધીને બંધ રહ્યો હતો.
એપ્રિલ મહિનામાં તેના અગાઉ પણ ત્રણ આઇપીઓ લોન્ચ થયા હતા અને ત્રણેય કંપનીઓના શેર ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા છે. આમ આઇપીઓ બજારમાં ફરીથી બૂમ જોવા મળશે.
(4:05 pm IST)