મુખ્ય સમાચાર
News of Thursday, 19th April 2018

શાહરૂખ ખાનની ફિલ્‍મોના કારણે મારી જિંદગી બરબાદ થઇ ગઇઃ સોશ્યલ મીડિયા ઉપર યુવતિએ લવ સ્ટોરી શેર કરી

મુંબઇઃ ફિલ્‍મ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્‍મોના કારણે મારી જિંદગી બરબાદ થઇ ગઇ છે તેમ જણાવીને એક યુવતિએ સોશ્યલ મીડિયા ઉપર પોતાની લવ સ્ટોરી શેર કરી હતી.

શાહરૂખ ખાનને લઇને ઇન્સ્ટાગ્રામ પર એક યુવતીએ કેટલાક ખુલાસા કર્યા છે. officialhumansofbombay નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લોકો પોતાના અનુભવ શૅર કરે છે અને પોતાના જીવનથી જોડાયેલા સિક્રેટ્સ શૅર કરે છે. આ યુવતીએ પોતાની લવસ્ટોરી લખી છે અને શાહરૂખ પર પોતાની જિંદગી બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે. પરંતુ શાહરૂખ ખાન તેના માટે જવાબદાર નથી પરંતુ તેમની ફિલ્મો જવાબદાર છે. જેમાં તેમનું રાજ નામનું પાત્ર એકલું રોમેન્ટિક છે કે દરેક યુવતી તેના જેવો જ પ્રેમી અને પ્રપોઝલ ઇચ્છે છે.

આ યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લવસ્ટોરી શૅર કરતાં લખ્યુ છે કે, "શાહરૂખે મારુ જીવન બરબાદ કરી દીધું છે. જ્યારે હું નાની હતી, ત્યારે હું હંમેશા પરફેક્ટ મેનથી લઇને પરફેક્ટ પ્રપોઝલના સપના જોતી હતી. બેકગ્રાઉન્ડમાં વાયોલિન વાગતુ હતુ, તે ધીમે ધીમે મારી તરફ આગળ વધતો હતો, હવામાં મારા વાળ ઉડતા હતા, તે ઘુંટણ પર બેસીને મને રિંગ પહેરાવતો પરંતુ એવું ક્યારેય બન્યુ નહી. તેનાથી ઉલટુ હું મારા બંગાળી માતા-પિતાને પંજાબી યુવક સાથે લગ્ન કરાવવા માટે મનાવી રહી હતી. અમે ત્રણ વર્ષથી ડેટ કરી રહ્યાં હતા પરંતુ અમારો મોટાભાગનો સમય બંને પરિવારોને નજીક લાવવામાં જ પસાર થઇ ગયો. રિલેશનશિપ દરમિયાન અમને લાગતુ હતુ કે અમારા લગ્ન જલદી થઇ જશે તેથી તેણે મને પ્રપોઝલ કે સરપ્રાઇઝ આપવાનો પ્રયાસ સુદ્ધા ન કર્યો. "

'આ ડ્રામા પછી મને લાગ્યું કે મારા જીવનમાં આવા ફિલ્મી પળો નહી આવે તેથી તેના જન્મ દિવસે મે આ મામલો પોતાના હાથમાં લેવાનો નિર્ણય લીધો. મેં એક રેસ્ટોરન્ટમાં સરપ્રાઇઝ પાર્ટી આપી, તે જ સ્થળે અમે પહેલીવાર ડેટ પર ગયાં હતા. મેં તેને શાહરૂખ સ્ટાઇલમાં પ્રપોઝ કર્યું.

અને આ રીતે મેં તે મોમેન્ટ ક્રિએટ કરી જેની હું ઘણાં સમયથી રાહ જોઇ રહી હતી. આખરે મહિલાઓ પુરુષના પ્રપોઝલની રાહ શા માટે જુએ? નવો દિવસ છે. નવા દોર છે, જો તમે તેમે પસંદ કરતા હોય તો કહી દો..'

(6:17 pm IST)