મુખ્ય સમાચાર
News of Thursday, 19th April 2018

દેશમાં રોકડની અછતનું કારણ શાહી ખતમ થવાનું પણ હોઇ શકેઃ નાસિકના પ્રેસમાં ચલણી નોટ છાપવાની કામગીરી અટકી

નાસિકઃ છેલ્લા થોડા દિવસોથી દેશમાં રોકડની અછત સર્જાઇ છે અને અનેક એટીએમ ખાલી થઇ ગયા છે ત્યારે આ પાછળ મુખ્ય કોઇ જવાબદાર કારણ હોય તો શાહી છે.

દેશમાં લોકોને પુરતાં પ્રમાણમાં રોકડ મળી રહે તે માટે RBI દ્વારા 200 અને 500 રૂપિયાની નોટ છાપવામાં આવી રહી છે. આ નોટો દેશમાં નાસિકની પ્રેસમાં છાપવામાં આવે છે પરંતુ હાલમાં નાસિક નોટ પ્રેસમાં સ્યાહી ન હોવાનાં કારણે નોટોનાં છાપકામમાં બાધાઓ ઉભી થઈ રહી છે.

નાસિક પ્રેસનાં પરિસંઘનાં અધ્યક્ષ જગદીશ ગોડસેએ કહ્યું કે,"નોટને છાપવા માટે જે સ્યાહીનો ઉપયોગ કરવામાં આવે છે તેને આયાત કરવામાં આવે છે અને હાલમાં સ્યાહી ન હોવાનાં કારણે 200 અને 500 રૂપિયાની નોટનાં છાપકામમાં બાધાઓ ઉભી થઈ છે. ત્યાર બાદ તેઓએ કહ્યું કે દેશમાં રોકડની અછતનું કારણ સ્યાહી ખત્મ થવાનું પણ હોઈ શકે છે.

મહત્વનું છે કે નાસિક પ્રેસમાં નવેમ્બરથી 500 રૂપિયાની નોટનું છપાઈ કામ બંધ છે. જ્યારે પ્રેસમાં એપ્રિલથી 200, 100 અને 50 રૂપિયાનાં નોટનાં છપાઈ કામમાં 44 ટકા સુધીનો ઘટાડો થયો છે."

નાસિકની નોટ પ્રેસમાં ગયા નવેમ્બરથી 500 રૂપિયાની નોટો નથી છપાયેલી. જ્યારે પ્રેસમાં એપ્રિલથી 200, 100 અને 50 રૂપિયાની નોટોની પ્રિન્ટીંગમાં 44 ટકાનો ઘટાડો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રેસે નોટોનું છાપકામ 2017-18નો ટાર્ગેટ પૂરો થવાંને કારણે રોકી દેવાઇ હતી.

નાસિક પ્રિન્ટિંગ પ્રેસને આરબીઆઇએ 18 મિલિયન નોટ છાપવાનો ટાર્ગેટ આપ્યો હતો. આ જ પ્રકારે 20 અને 100 રૂપિયાની નોટોનું પણ છાપકામ 1 એપ્રિલથી રોકી દેવામાં આવ્યું હતું. જો કે આની પાછળનું કારણ નવી નોટોની ડિઝાઇનને બતાવવામાં આવી રહ્યું છે.

જ્યાં સુધી 200 રૂપિયાની નોટોની વાત છે તો આરબીઆઇએ મધ્ય પ્રદેશ સ્થિત નોટ પ્રેસ દેવાસન આને પ્રિન્ટીંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો કે જેનાં બાદ નાસિકમાં 200ની નોટોનું પ્રિન્ટીંગ રોકી દેવામાં આવ્યું.

(6:15 pm IST)