મુખ્ય સમાચાર
News of Sunday, 19th March 2023

ચીન સાથે આપણા સંબંધો ખૂબ જ પડકારજનક અને અસાધારણ તબક્કામાં છેઃ જયશંકરે સ્પષ્ટ નિર્દેશ

- ચીન સાથે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર કેટલાંક વિસ્તારોમાં બંને દેશોના સૈનિકો ખૂબ જ નજીક હોવાથી સ્થિતિ 'ખૂબ જ નાજુક' અને લશ્કરી મૂલ્યાંકનના સંદર્ભમાં 'ખૂબ ખતરનાક'

નવી દિલ્‍હીઃ ચીન સાથે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર કેટલાંક વિસ્તારોમાં બંને દેશોના સૈનિકો ખૂબ જ નજીક હોવાથી સ્થિતિ 'ખૂબ જ નાજુક' અને લશ્કરી મૂલ્યાંકનના સંદર્ભમાં 'ખૂબ ખતરનાક' છે. બંને દેશો વચ્ચે ઘણા વિસ્તારોમાં સૈનિકોને પાછા ખેંચી લેવાની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવા છતાં આવી સ્થિતિ છે, એમ વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું.

એક ઇવેન્ટમાં જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે આ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી બંને દેશો વચ્ચેના સંબંધો ફરી સામાન્ય થઈ શકે નહીં. ભારત અને ચીની સૈનિકો વચ્ચે પૂર્વી લદ્દાખમાં અમુક ઘર્ષણ પોઇન્ટ્સ પર છેલ્લા ત્રણ વર્ષથી મડાગાંઠ છે. ચીન સાથે આપણા સંબંધો ખૂબ જ પડકારજનક અને અસાધારણ તબક્કામાં છે. જયશંકરે નાગરિકતા

સંશોધન કાયદો(સીએએ) પર અમેરિકાના નવા રાજદૂત એરિક ગાર્સેટીના વલણનો જવાબ આપતા કહ્યું કે જો કોઈ પાકિસ્તાની હિન્દુ છે જેનું ઉત્પીડન કરવામાં આવ્યું છે, તો એ ભારત સિવાય કયાં જશે. એક કાર્યક્રમમાં ભારતમાં ગાર્સેટીની નિયુક્તિના સવાલ પર જયશંકરે મજાકના અંદાજમાં કહ્યું કે આવવા દો તેમને, પ્રેમથી સમજાવી દઈશું. ગાર્સેટીએ પહેલા સીએએને મુસ્લિમ વિરોધી અને ભેદભાવયુક્ત ગણાવ્યો હતો. હવે એ ભારતમાં અમેરિકાના નવા રાજદૂત બની ગયા છે.

નવી દિલ્હી ઃ ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીના ભાષણ પર વળતો પ્રહાર કરતા જયશંકરે કહ્યું છે કે ભારતના નાગરિક તરીકે કોઈ વ્યક્તિ ચીનના વખાણ કરે તે જોવું અત્યંત દુખની બાબત છે. રાહુલ ગાંધીના શબ્દોમાં ચીન માટે સદભાવના અને ભારત માટે ભારોભાર નારાજગી હતી. જયશંકરે રાહુલ ગાંધીના 'ચીનથી ડર લાગવા'ના આરોપનો જવાબ આપ્યો હતો. રાહુલ ગાંધી ચીનના વખાણ કરવાની વાત કરે છે અને તેને દેશના સદભાવ તરીકે વર્ણવે છે, તેઓ કહે છે કે ચીન સૌથી મોટો ઉત્પાદક છે અને કહે છે કે 'મેક ઇન ઇન્ડિયા'થી કામ નહીં ચાલે.' જયશંકરે રાહુલ ગાંધીની ચીન પર કરેલી ટિપ્પણી પર કટાક્ષ કરતા કહ્યું કે, 'આમાં ઘણું રાજકારણ છે. રાહુલ ગાંધીના શબ્દોમાં ચીન માટે સદભાવ અને ભારત માટે વિખવાદ હતો

(11:52 am IST)