મુખ્ય સમાચાર
News of Saturday, 18th March 2023

કેટલાક લોકોએ દેશને બદનામ કરવાની જવાબદારી લીધી છે: વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર કર્યો કટાક્ષ

નવી દિલ્હી : કોંગ્રેસ પર કટાક્ષ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ કહ્યું છે કે દેશમાં અનેક સારા કાર્યો થઈ રહ્યા છે, આવી સ્થિતિમાં દેશની નજર ન પડે તે માટે કેટલાક લોકોએ ભારત પર કાળો કલંક લગાવવાની જવાબદારી લીધી છે. તેમણે કહ્યું, જ્યારે વિશ્વ વિચારી રહ્યું છે કે ભારતનો સમય આવી ગયો છે, ત્યારે કેટલાક લોકો નિરાશાવાદી વાતો કરી રહ્યા છે, ભારતને નીચે લાવી રહ્યા છે અને મનોબળ તોડી રહ્યા છે.

(12:55 am IST)