મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

ભારતમાં મોટાપાયે ઉત્પાદનની ક્ષમતા નથી અમારો સમાન વાપરવો જ પડશે: ચાઇનીઝ મીડિયાનો ફાંકો

ભારતમાં સ્પર્ધાની ક્ષમતા નથી ચાઈનીઝ પ્રોડક્ટના બહિષ્કાર કાયમ અસફળ રહયો છે

 

નવી દિલ્હી :યુએનમાં સુરક્ષા પરિષદમાં આતંકી મસૂદને આતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આડખીલીરૂપ થનાર ચીનને સબક શીખવાડવા સમગ્ર દેશમાં ચાઈનીઝ વસ્તુના બહિષ્કારની લાગણી વચ્ચે ચીની મીડિયાએ ભારતમાં મોટાપાયે ઉત્પાદનની ક્ષમતા નહિ હોવાથી ચીનની વસ્તુ વાપરવી પડશે તેવો ફાંકો માર્યો છે

  ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું હતું કે ભારતની મેન્યુફેક્ચરીંગ ઇન્ડસ્ટ્રી હજુ પણ અવિકસિત છે. અને તેમાં કૉમ્પિટિશનની ક્ષમતા નથી. તેથી ભારતમાં ચાઇનીઝ પ્રોડક્ટ્સના બહિષ્કાર કાયમ અસફળ રહ્યાં છે.

   સોમવારે પ્રકાશિત થયેલા એક બ્લૉગમાં ઉલ્લેખ હતો કે કે કેટલાક વિશ્લલેષકો મેડ ઇન ચાઇના પ્રોડક્ટ્સના બહિષ્કારની અપીલ કરી રહ્યાં છે, ખાસ કરીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસમોમાં ચીન દ્વારા અટકાવાય ત્યારબાદ #BoycottChineseProducts ટ્વીટર પર ખૂબ લોકપ્રિય થયું છે. તેમ છતાં આટલા વર્ષો બાદ પણ બૉયકોટનો પ્રોગ્રામ નિષ્ફળ શા માટે રહ્યો? કારણ કે ભારત જાતે આટલું મોટું ઉત્પાદન કરી શકે તેમ નથી. ભારત ચીનને સ્વીકારે કે સ્વીકારે ચાઇનીઝ પ્રોડક્ટ્સને પસંદ કરે કે કરે ભારતે મેડ ઇન ચાઇના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો પડશે. ભારતમાં હજુ પણ મોટા પાયે ઉત્પાદન કરવાની તાકાત નથી.

     જ્યારે બીજી બાજુ આતંકવાદી મસૂદ અઝહર વિરુદ્ધ ચીન જ્યારથી ચોથી વાર આડખીલ્લી બન્યું છે ત્યારથી વેપારીઓમાં રોષ ભભૂકી રહ્યો છે. વેપારીના સૌથી મોટા સંગઠન કૉન્ફેડરેશ ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા દિલ્હી સહિત 1500 સ્થળો પર ચાઇનીઝ પ્રોડક્ટ્સની હોળી કરવામાં આવી હતી. સાથે ભારત સરકાર ચાઇનીઝ પ્રોડક્ટ્સને પ્રતિબંધિત કરે તેવી પણ માગ ઊઠી રહી છે. અખબારના મતે ભારતની આંતરિક તાકાતો દેશમાં સુધારાની પ્રક્રિયાને અટકાવી રહી છે.

(12:34 am IST)