મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

કોલેજ કેમ્પસમાં રહી અભ્યાસ કરતા સ્ટુડન્ટસ ઉપર શિસ્તના નામે સરમુખત્યારશાહી ચલાવી શકાય નહીં: હોસ્ટેલમાં રહેતી યુવતિઓ રાજકારણમાં ભાગ લઇ શકશે નહીં તથા છેલ્લા શોમાં ફિલ્મ જોવા જઇ શકશે નહીં તેવા નિયમને ફગાવી દેતી કેરાલા હાઇકોર્ટઃ પુરૂષ તથા મહિલા સ્ટુડન્ટસ અને કર્મચારીઓને સમાન માનવ અધિકારો હોવાનું મંતવ્ય

કેરાલાઃ કોલેજ કેમ્પસમાં રહી અભ્યાસ કરતા સ્ટુડન્ટસ ઉપર શિસ્તના નામે સરમુખત્યારશાહી લાદી શકાય નહીં. મહિલા તથા પુરૂષ સ્ટુડન્ટ બંને માટે સમાન નિયમો હોવા જોઇએ. મહિલા સ્ટુડન્ટ રાજકારણમાં ભાગ લઇ શકે નહીં તથા છેલ્લા શોમાં ફિલ્મ જોવા જઇ શકે નહીં તેવો આદેશ મહિલાઓના સમાન અધિકારોના ભંગ સમાન છે.

શ્રી કેરાલા વર્મા કોલેજ થ્રિસ્સુરએ હોસ્ટેલ સ્ટુડન્ટસ માટે બહાર પાડેલી તાજેતરની ઉપરોકત ગાઇડ લાઇન વિરૂધ્ધ ૨૦ વર્ષીય યુવતિ અંજીથા કે જોસએ કરેલી અરજી અનુસંધાને કેરાલા હાઇકોર્ટએ ઉપરોકત ચૂકાદો આપ્યો છે. જેમાં જણાવાયા મુજબ સ્ટુન્ડટસના વાલીઓએ હોસ્ટેલના નિયમોનું પાલન કરાશે તેવી લેખિત બાંહેધરીમાં સહી કરી આપી હોવા છતાં માનવ અધિકાર વિરૂધ્ધનો નિયમ બંધનકર્તા ગણી શકાય નહીં. તેવો ઐતિહાસિક ચૂકાદો આપતા જણાવ્યું છે કે પુરૂષ તથા મહિલા સ્ટુડન્ટ કે કર્મચારી તમામને સમાન હક્કો છે. તેવું ગ્ એન્ડ ગ્ દ્વારા જાણવા મળે છે.

(7:58 pm IST)