મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

૫૦૦ સ્થળ ઉપર વડાપ્રધાન મોદી એક સાથે ચર્ચા કરશે : રવિશંકર

મેં ભી ચોકીદાર એક જનઆંદોલન બની ચુક્યું છે : જન આંદોલનમાં કરોડો લોકો સામેલ : કેન્દ્રીયમંત્રી રવિશંકરનો દાવો

નવદિલ્હી, તા. ૧૯ : લોકસભા ચૂંટણી સંપૂર્ણપણે ચોકીદાર શબ્દ પર ટકી ગઈ છે. એકબાજુ વડાપ્રધાન મોદી દેશના ૫૦૦થી વધુ સ્થળો પર વિડિયો કોન્ફરન્સિંગ મારફતે મેં ભી ચોકીદાર પ્રચારની શરૂઆત કરી ચુક્યા છે. બીજી બાજુ વિપક્ષ તરફથી પ્રહાર કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ મોદી આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદનું કહેવું છે કે, નરેન્દ્ર મોદી દેશના ૫૦૦ સ્થળો પર ૩૧મી માર્ચના દિવસે વિડિયો કોન્ફરન્સિંગથી મેં ભી ચોકીદાર આંદોલનનું સમર્થન કરનાર લોકો સાથે ચર્ચા કરશે. પ્રસાદે કહ્યું છે કે, આજે અમે દેશના લોકોનું અભિનંદન કરવા ઇચ્છુક છે. માત્ર થોડાક દિવસની અંદર જ આ આંદોલનની સાથે કરોડો લોકો જોડાઈ ચુક્યા છે. આ એક મોટા જનઆંદોલનમાં ફેરવાઈ ગયું છે. આમા ડોક્ટર, પ્રોફેસરો, ખેડૂતો અને સ્વચ્છતા કર્મચારી જોડાઈ ગયા છે. પ્રસાદે કહ્યું છે કે, જે લોકો જામીન ઉપર છે તેમને તેઓ ચોકીદાર છે તેને લઇને પરેશાની થઇ રહી છે. જેમના પરિવાર સંપત્તિ મુશ્કેલીમાં છે તેમને મુશ્કેલી નડી રહી છે. જે લોકો પોતાના પરિવાર સહિત કાયદાકીય સકંજામાં ફસાયેલા છે અને ઘણી  બધી ચીજો છુપાવવામાં તકલીફ છે તેમને મુશ્કેલી નડી રહી છે. આ પ્રકારના લોકો કહે છે કે, ચોકીદાર અમીરો માટે હોય છે. ગરીબો માટે હોતા નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, મેં ભી ચોકીદાર ભલે આજે એક ઝુંબેશ તરીકે છે જે પરંતુ આ બાબત મોદીએ ૨૦૧૪માં કરી હતી. મેં ભી ચોકીદારમાં ૨૦ લાખ ટ્વિટ થઇ ચુક્યા છે. એક કરોડ લોકોએ સોશિયલ મિડિયા અને નમો એપર ચોકીદાર હોવાના શપથ લીધા છે. તમામ પ્લેટફોર્મ ઉપર આ વિડિયો એક કરોડ લોકો જોઇ ચુક્યા છે.

(7:36 pm IST)