મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

રોબર્ટ વાડ્રાને કસ્ટડીમાં લેવાની મંજુરી આપોઃ ૧.૯ મિલીયન પાઉન્ડના મની લોન્ડરીંગ કેસની તપાસમાં સહકાર આપતા ન હોવાથી તેમના આગોતરા જામીન રદ કરોઃ CBI કોર્ટ સમક્ષ એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટની રજુઆત

ન્યુ દિલ્હીઃ લંડનમાં ૧.૯ મિલીયન પાઉન્ડની પ્રોપર્ટી ખરીદી તે પોતાની સંપતિમાં નહીં દેખાડતા મની લોન્ડરીંગ કેસના મળેલા પ્રાથમિક આધારોને ધ્યાને લઇ એન્ફોર્સ ડીપાર્ટમેન્ટ (ED)એ. સ્પેશીઅલ CBI કોર્ટ સમક્ષ રોબર્ટ વાડ્રાની કસ્ટડી પૂછપરછ માટે પરવાનગી માંગી છે.

રોબર્ટ વાડ્રાએ કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી પ્રસંગે સ્પે.પબ્લીક પ્રોસીકયુટર ડી.પી.સિંઘએ કોર્ટ સમક્ષ કરેલી દલીલ મુજબ વાડ્રાને પૂછપરછ માટે અનેકવાર બોલાવવા છતાં તેઓ પૂરતો સહકાર આપતા નથી. EDએ વાડ્રાની આગોતરા જામીન અરજી રદ કરવા નામદાર કોર્ટ સમક્ષ માંગણી મુકી છે. તેમજ વિદેશમાં ખરીદેલી પ્રોપર્ટી માંવાડ્રાનું હિત હોવાના પૂરતા પૂરાવાઓ ઇમેલ સહિતના માધ્યમ દ્વારા પ્રાપ્ત થયેલા છે.

અત્યાર સુધીમાં થયેલી તપાસ મુજબ તેઓ ડોમેસ્ટીક મની લોન્ડરીંગ કેસમાં સંડોવાયેલા હોવાના તથા વિદેશમાં સંપતિ ધરાવતા હોવાના પર્યાપ્ત પૂરાવાઓ પ્રાપ્ત થયેલા છે. તથા તેઓ આ બ્લેક મની મામલે મહત્વના સૂત્રધાર હોવાનું જણાયું છે.

તેમનો કેસ મહત્વના તબક્કે હોવાથી તથા નિર્ણાયક સંજોગોને ધ્યાને લેતા તેમની આગોતરા જામીન અરજી માન્ય નહીં રાખવા સ્પે.જજ શ્રી અરવિંદકુમાર સમક્ષ રજુઆત  કરાઇ છે.

કેસની આગામી મુદત ૨૫ માર્ચ નક્કી કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે રોબર્ટ વાડ્રા તાજેતરમાં ઉત્તરપ્રદેશના કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે નિમાયેલા સુશ્રી પ્રિયંકા ગાંધીના પતિ છે. જેમણે જણાવ્યા મુજબ તેમની તથા પાર્ટીની છબી ખરડાવવાના રાજકિય હેતુથી આ કેસને વળાંક અપાઇ રહ્યો છે. વાડ્રાએ જણાવ્યા મુજબ તેઓ દેશના કાયદાઓનું પાલન કરનારા નાગરિક છે. સામાજીક પ્રતિષ્ઠા ધરાવે છે તથા ભાગેડુ થઇ જનાર પરિવારો માંહેના નથી.

નામદાર કોર્ટએ તેઓને ૨ ફેબ્રુ.ના રોજ તપાસમાં પૂરેપૂરો સહકાર આપવાની શરત સાથે વચગાળાના જામીન આપ્યા હતા. તેવું B એન્ડ B દ્વારા જાણવા મળે છે.

 

(7:33 pm IST)