મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

સેમસંગના ગેલેક્સી અે-સીરીઝના નવા સ્‍માર્ટફોનનું વેચાણ શરૂ

કોરિયાઇ ઇલેક્ટ્રોનિક કંપની સેમસંગે આજથી ગેલેક્સી એ સીરીઝ પોતાના નવા સ્માર્ટફોન Samsung Galaxy A10 નું વેચાણ શરૂ કરી દીધું છે. આ ફોનની કિંમત 8490 રૂપિયા છે. આ એક બજેટ સ્માર્ટફોન છે. આ ફોન તમે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ખરીદી શકો છો. સેમસંગના ગ્રાહકો આ સ્માર્ટફોનને અમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ અને સેમસંગની વેબસાઇટ પરથી ખરીદી શકે છે. ઓફલાઇનમાં ખરીદવો હોય તો સેમસંગ સ્ટોર પરથી સીધો ખરીદી શકાશે.

સેમસંગે ઉતાર્યા હતા ત્રણ સ્માર્ટફોન

સેમસંગે આ મહિને ભારતીય બજારમાં ત્રણ સ્માર્ટફોન- Galaxy A10, Galaxy A30 અને Galaxy A50 લોન્ચ કર્યા હતા. જેમ કે તમે જાણો છો, Galaxy A30 અને Galaxy A50 પહેલાં જ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. હવે સેમસંગે Galaxy A10 ને બજારમાં વેચાણ માટે રજૂ કરી દીધો છે. ગેલેક્સી Galaxy A10 સ્માર્ટફોનથી બજેટ સ્માર્ટફોન સેગમેંટમાં કંપનીને ખૂબ આશાઓ છે.

આ છે સ્પેસિફિકેશન

Galaxy A10 માં 6.2 ઇંચ ઇનફિનિટી-વી ડિસ્પ્લે છે

તેમાં Android Pie Samsung One UI ઓપરેટિંગ સિસ્ટમ છે.

તેમાં રિયર 13 મેગાપિક્સલનો રિયર કેમેરા છે, જ્યારે ફ્રંટ કેમેરા 5 મેગાપિક્સલ છે.

RAM 2GB છે જ્યારે ઇન્ટરનલ મેમરી 32 જીબી છે, તેને તમે 512GB સુધી એક્સપેંડ કરી શકે છે.

તેમાં Exynos 7884 ઓક્ટાકોર પ્રોસેસર લાગેલ છે અને તેમાં 3400 એમએએચની બેટરી છે.

(4:45 pm IST)