મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

ઝુંપડપટ્ટીના લોકોનો પણ છે શહેર પર હક્કઃ દિલ્હી હાઇકોર્ટનો ચુકાદોઃ ઝુંપડપટ્ટી પાડતા પહેલા તેમના પુનર્વાસની યોજના બનાવવી જોઇએ

નવી દિલ્હી તા.૧૯: અદાલતે કહ્યું કે આ આવાસના અધિકારનો ભાગ છે જે ફકત કોઇના ઉપરની છત સુધી સિમિત નથી, તેના વર્તુળમાં આજીવીકા, આરોગ્ય, શિક્ષણ, પીવાનું ચોખ્ખુ પાણી, ગટર, પરિવહન અને ભોજન ેજેવા તમામ અધિકારો આવે છે. અદાલતે આ વાતો કોંગ્રેસી નેતા અજય માકન દ્વારા ૨૦૧૫માં કરાયેલ અરજીની સુનાવણી દરમ્યાન કહી હતી.

રેલ મંત્રાલય અને દિલ્હી પોલીસે ઠંડીની મોસમમાં શકુર બસ્તીના ગેરકાયદેસર મકાનો તોડાવ્યા હતા , તેમાં લગભગ ૫૦૦૦ લોકો બેઘર થઇ ગયા હતા અને છ મહિનાની એક બાળકીનું મોત થયું હતું. ત્યારે અજય માકન દ્વારા આ અરજી કરવામાં આવી હતી.

જસ્ટિસ એસ મુરલીધર અને જસ્ટિસ વિભુ બાખરૂની એક બેંચે આ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે દબાણ વિરોધી અભિયાનો હેઠળ ગરીબોની ઝુંપડીઓ પાડતા પહેલા એક વિસ્તૃત સર્વે થવો જોઇએ એન તેનાથી પ્રભાવિત થનાર લોકો સાથે વાતચીત કરીને તેમના પુનર્વાસની યોજના બનાવવી જોઇએ. પોતાનું ઘર ગુમાવનાર લોકોનો પુનર્વાસ તાત્કાલિક થવો જોઇએ તેવું પ્રસિદ્ધ થયું છે.

(3:47 pm IST)