મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

હેવાનિયત :12 વર્ષની બાળકી પર ત્રણ ભાઈઓ અને કાકાએ ગુજાર્યો બળાત્કાર: માથું કપાયેલ મૃતદેહ મળ્યો

સગીરાની હત્યાનો ભેદ ઉકેલાયો :ચાર આરોપીની ધરપકડ :કાકી સામે પણ ગુન્હો ;આરોપીમાં એક સગીરનો સમાવેશ

ભોપાલ ;મધ્યપ્રદેશમાં હેવાનિયતની હદ પાર કરતી ઘટના બની છે મધ્ય પ્રદેશમાં 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારીને તેની હત્યાનો ભેદ ઉકેલાયો છે પોલીસે આ ગુના બદલ બાળકીના ત્રણ ભાઈ, કાકા અને કાકી સામે ગુનો નોંધ્યો છે. આ કેસમાં ચાર આરોપીની ધરપકડ કરાઈ છે એક આરોપી ફરાર છે. આરોપીમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. મોટાભાઈએ બાળકીને હવસની શિકાર બનાવી હોવાનું જાણી અન્ય લોકોએ પણ ગેરફાયદો ઉઠાવ્યો હતો.

    મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના બેરકેડી ગામમાંથી ધોરણ-6માં અભ્યાસ કરતી એક બાળકી તા. 13મી માર્ચના રોજ ઘરેથી ગુમ થઈ હતી. ચાર દિવસ બાદ ગામની સીમમાંથી તેનો માથું કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યાના આ બનાવની કડી મેળવવા માટે પોલીસે માહિતી આપનાર માટે. 25 હજારના ઇનામની પણ જાહેરાત કરી હતી

   સાગર જિલ્લાના એસપી અમિત સાંઘીએ જણાવ્યું હતું કે, આ કેસમાં ચારેય આરોપીએ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે બાળકીએ આ વાત પોલીસને કહી દેવાની ધમકી આપી ત્યારે ચારેયએ તેણીની હત્યા કરી નાખી હતી અને માથું ધડથી અલગ કરીને મૃતદેહનો ફેંકી દીધો હતો. આ બનાવ અંગે છોકરીની કાકા જાણતી હતી. જોકે, તેણીએ પોલીસ સમક્ષ ખોટું નિવેદન આપીને બાળકીની હત્યા માટે પાડોશમાં રહેતા વ્યક્તિ પર શંકા વ્યક્ત કરી હતી.

   છોકરીની કાકીની જૂબાની બાદ પોલીસે પાડોશીની પૂછપરછ કરી હતી પરંતુ તે નિર્દોષ સાબિત થયો હતો. જોકે, આ દરમિયાન પોલીસને એવી માહિતી મળી હતી કે બાળકીનો સૌથી મોટો ભાઈ આ ગુનામાં સામેલ હોઈ શકે છે. પોલીસે પૂછપરછ શરૂ કરી ત્યારથી તે ગૂમ હતો. જે બાદમાં પોલીસે બાળકીના 19 વર્ષની ઉંમરના બીજા ભાઈની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. .

(12:16 pm IST)