મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની પાંચમી યાદી જાહેર : યુપીના 11 અને આંધ્રપ્રદેશના 23 સહીત 56 ઉમેદવારના નામ જાહેર

મેરઠમાં ઉમેદવાર બદલાવાયા :ગાઝીયાબાદથી ડોલી શર્મા,પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ દાના પુત્રને જાગીરપુરથી ટિકિટ

નવી દિલ્હી :લોકસભા ચૂંટણી માટે કોંગ્રસે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે જેમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, આસામ, ઓડિશા અને લક્ષદ્વીપ માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે આ યાદીમાં કુલ 56 નામ છે, જેમાં ઉત્તર પ્રદેશની ત્રણ, પશ્ચિમ બંગાળની 11, લક્ષદ્વીપની એક, તેલંગાણાની સાત, ઓડિશાની છ, આસામની પાંચ અને આંધ્ર પ્રદેશની 23 બેઠકનો સમાવેશ થાય છે.

 

   કોંગ્રેસે ઉત્તર પ્રદેશની મેરઠ બેઠક પર પોતાનો ઉમેદવારો બદલ્યો છે. અહીં ઓપી શર્માની જગ્યાએ હરેન્દ્ર અગ્રવાલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે ગાઝિયાબાદથી ડોલી શર્મા, બુલંદશહરથી બંશી લાલ પહાડિયાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર અભિજીત મુખરજીને જાંગીરપુર અને પૂર્વ મંત્રી તેમજ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ રહી ચુકેલા અધીર રંજન ચૌધરીને બરહામપુરથી ટિકિટ આપવામાં આવી છે.
  ઓડિશામાં કાલાહાંડી બેઠક પરથી ભક્ત ચરણ દાસને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે તેલંગાણાની હૈદરાબાદ બેઠક પરથી ફિરોઝ ખાન અને નિઝામાબાદ બેઠક પરથી મધુ યશકી ગોડને તક આપવામાં આવી છે

(11:57 am IST)