મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

આજની GST કાઉન્સિલની બેઠકમાં રિયલ્ટી ક્ષેત્રના નીતા GST રેટના અમલની ચર્ચા થશે

નવી દિલ્હી તા ૧૯ : GST  કાઉન્સિલની ૩૪ મી મીટીંગ આજે મંગળવારે યોજાશે  જેમાં રિયલ એસ્ટેટ માટેના ઘટાડેલા ગુડ્સ અને સ્ર્ર્વિસિસ ટેકસ (GST)  રેટસનો અમલ કરવાના પગલા વિચારવામાં આવશે. મીટીંગમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે સબંધિત માત્ર ટ્રાન્ઝિશનના નીચા રેટસના અમલની ચર્ચા કરવામાં આવશે અને રેટ્સ ઘટાડવા સંબંધિત કોઇ બાબત નહીં ચર્ચાય, કારણ કે ચૂંટણીની આચારસંહિતા લાગુ થઇ ગઇ છે એમ માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું.

અગાઉની ૨૪ ફેબ્રુઆરીની મીટીંગમાં GST કાઉન્સિલે અન્ડર કન્સ્ટ્રકશન ફલેટ્સ અને પરવડી શકે એવા આવાસ માટેના GST રેટ્સને ઘટાડીને પાંચ ટકા કર્યો હતો, જે એપ્રિલથી લાગુપડશે.

બિલ્ડરોએ કાચા માલ અને સર્વિસિસ પરચુકવેલા વેરાની કેટલી ક્રેડિટનો વપરાશ તેમની અંતિમ વેરાની જવાબદારી સામે સરભર કરી શકે એ અંગેના નવા નિયમોને કાઉન્સિલ મંજુર કરશે, કારણ કે પહેલી એપ્રીલથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને નવું વેરામાળખુ લાગું પડશે એમ સુત્રઙ્ગોએ જણાવ્યું હતું.

અત્યારે કમ્પ્લિશન સર્ટિફિકેટ વેચાણ સમયે ઇસ્યુ ન કરાયું હોય એવા અન્ડર કન્સ્ટ્રકશન કે રહેવા માટે તૈયાર ફલેટ્સના કિસ્સામાં ઇનપુટ ટેકસ ક્રેડીટ (ITC)  સાથે ૧૨ ટકા GST લગાવવામાં આવે છે. અફોર્ડેબલ હાઉસીંગ માટેનો વર્તમાન દર ૮ ટકા છે. નવા નિયોમાં એવી સ્પષ્ટતાની અપેક્ષા રાખવામાં આવે છે કે ,વર્તમાન વેરામાળખામાં વેચાણના સોદા શરૂ કરાયા હોય, પરંત ુએક એપ્રિલ બાદ પુરા થયા હોય એવા સંજોગોમાં કાચા માલ અને સર્વિસિસ પર ચુકવેલા વેરાની કેટલી ઇનપુટ ટેકસ ક્રેડિટ મળશે.

GST ની આવક જાન્યુઆરી મહિનાના ૧.૦૨ લાખકરોડ રૂપિયાથી ઘટીને ફેબ્રુઆરીમાં ૯૭,૨૪૭ કરોડ થઇ હતી.

સરકારે વર્તમાન નાણાકીય વર્ષના GST ની આવકનો લક્ષ્યાંક ૧૩.૭૧ લાખ કરોડથી ધટાડીને ૪૪.૪૭ લાખ કરોડ રૂપિયા કર્યો છે.

(11:41 am IST)